________________
૨૦
કઈ પણ પ્રકારની પ્રક્રિયા હેય ગણાય છે તેમ અનાદિ સિદ્ધ શ્રી નવકાર પ્રમુખ અનેક સૂત્રોના શબ્દાર્થ કરવાની જમાનાવાદીઓની જે ઝુંબેશ જોર પકડતી જાય છે તે ચિંતાજનક છે. - પ. પૂ. આચાર્યદેવ શ્રી સિદ્ધસેન દિવાકર સૂરીશ્વરજી મહારાજાએ આજ્ઞા નિરપેક્ષપણે રચેલા.
–“નમોઝર સિદ્ધાવસ્થા સર્વ પુષ્યઃ” અને તેના મૂળરૂપ શ્રી નવકાર વચ્ચે આસ્માન જમીનનું અંતર છે, તેમ પંચિંદિય, તસ્ય ઉત્તરી, અન્ન, લોગસ્સ આદિ સૂત્રોને પણ જે સંસ્કૃતમાં ઢાળવામાં આવે તો તેમાં પણ ભારોભાર તત્વ-વિરાધના થાય.
કહેવાનું તાત્પર્ય એ છે કે અનાદિ સિદ્ધ શ્રી નવકાર અને પરમ પૂજ્ય શ્રી ગણધર ભગવંતાદિએ અર્થથી પરમ તારક શ્રી તીર્થંકર પરમાત્માના શ્રીમુખે સાંભળીને સૂત્રરૂપે ગૂંથેલાં અનેક જે સૂત્રો આપને ત્યાં વિદ્યમાન છે, તેને તે જ સ્વરૂપે કંઠસ્થ કરવાની સુવિશુદ્ધ પરંપરાને (કેસેટેના ઉન્માદી વાતાવરણમાં) આપણે ચુસ્તપણે વફાદાર રહેવું જોઈએ.
આત્માના અસંખ્ય પ્રદેશોમાં અડ્ડો જમાવીને રહેલાં કેવળગેચર કમણુઓને, આવા સૂત્રના અક્ષરો-અક્ષર, આત્મવીર્યને સ્કુરાયમાન કરીને વેરવિખેર કરવાનો સ્વભાવ ધરાવે છે.
જે લેગસ્સ સૂત્રના અર્થમાં રાચીએ તે તેનું ખોખું હાથમાં આવે, આત્મા નહિ.
પંચિંદિય સંવરણ સૂત્રના કોઈ વિદ્વાન ભલે લાખ અર્થ કરે પણ તે બધા તેના પડછાયાથી વિશેષ નથી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org