________________
વિશિષ્ટ પ્રકારના જ્ઞાનના ક્ષયોપશમના બળે કોઈ એક સૂત્રનું આંતર સ્વરૂપ ખોલવું તે એક વાત છે અને તેના માત્ર સ્થલ અર્થ કરવા તે બીજી વાત છે.
પહેલી વાત શાસ્ત્રમાન્ય છે. બીજી સર્વાપેક્ષાએ માન્ય નથી.
પ્રતિકમણના સૂત્રેના અતિ ગહન સ્વરૂપને યથાવત્ જાળવીને પ્રતિક્રમવાથી પાપકરણ વૃત્તિ અચૂક મંદ પડે છે.
રસોડાની કાળી દિવાલ ચૂનાના એક હાથથી પૂરી સફેદ નથી થતી, તેમ આત્માના શુદ્ધ સ્વરૂપને આવરીને રહેલાં કરૂપી વાદળ, એકાદ ભવના પ્રતિક્રમણથી સર્વથા ન વિખરાય તે બનવાજોગ છે, તેમ છતાં તેના પ્રભાવે આત્મા કંઈક નિર્મળ થાય છે.
લાખ રૂપિઆનું નુકશાન, રૂપીઆ મળવાથી સર્વથા સરભર ન થતું હોવા છતાં, તે રૂપીઆ જેટલું ઓછું તે થાય જ છે, તેમ વિધિ-બહુમાનપૂર્વક પ્રતિક્રમણ કરવાથી ડેક પણ આત્મલાભ થયા સિવાય રહેતું નથી.
સકળ લોકમાં પ્રતિક્રમણ જેવી સર્વાગ સંપૂર્ણ શરીર વિજ્ઞાન, મને વિજ્ઞાન અને અધ્યાત્મ વિજ્ઞાન એ ત્રણેયના સુભગ સમન્વયરૂપ ધ્યાનના ચરમ શિખરે પહોંચાડનારી અમૃતમયી બીજી કોઈ સ્વ–પર હિતકારી કિયા નથી.
પાપ કરણવૃત્તિને નિષ્કિય બનાવીને સકલસર્વ હિતાશય પ્રધાન કર્તવ્ય પંથે લઈ જનારી પ્રતિક્રમણની ક્રિયામાં જેટલાં વખાણ કરીએ તેટલાં ઓછાં.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org