________________
આજે આપણા આત્માની આવી જ દશા છે. તેનું અનંત જ્ઞાન જ્ઞાનાવરણીય કર્મ વડે મહદ્ અંશે ઢંકાયેલું છે. એ જ દશા તેના અનંત દર્શન ગુણની છે તેમજ તેના બીજા અગણિત ગુણે પણ કર્મરૂપી ચેરેના કબજામાં છે, છતાં આપણું પેટનું પાણી હાલતું નથી. આપણે નિરાંતે હરીએ ફરીએ છીએ. મોજથી જમીએ છીએ. નફીકરા થઈને ઉંઘીએ છીએ.
આવી ભયાનક સંસાર રસિકતા આપણને માફક આવે, બેચેન ન બનાવે તે હકીકત આપણે ધર્મરૂચિ વાન ન હોવાનું પ્રમાણ નથી શું ?
ધર્મરૂચિ પ્રગટ કરવા માટે જીવાદિ નવ તના અભ્યાસ સાથે પ્રતિક્રમણ ખાસ આવશ્યક છે.
જે એટલો વિચાર કરીએ કે સર્વ વિરતિધર સાધુ, સાધ્વીજી મહારાજેને પણ નિત્ય સવાર-સાંજ પ્રતિક્રમણ કરવું પડે છે તે પછી પાપના ઘરમાં રહેનારા આપણે પ્રતિક્રમણ ન કરીએ તે આત્માના ઘરની હાલત કંઈની ભઠ્ઠી જેવી થઈ જાય. શુભ અધ્યવસાય દુર્લભ બની જાય. ચિત્ત ચાળણું જેવું બની જાય, દિન-રાત પશુવૃત્તિમાં રમણતા રહે.
માટે બેજે હોય છે તે ગિરિરાજ ચઢતાં નાકે દમ આવી જાય છે. તે આપણે જાત અનુભવ છે તે પછી કર્મોનો ભાર વેંઢારીને નિરાંત અનુભવી ન જ શકીએ, તેમ છતાં નિરાંત અનુભવતા હોઈએ તે કરૂણવંત ભગવંતની દૃષ્ટિએ દયાપાત્ર, લાચાર, મડદાળ જ ઠરીએ.
પળપળે પલટાતા પર્યાય સમયે એક આત્મદ્રવ્યના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org