________________
૧૨૩ (૬) સામાયિકમાં ટેકે બેસવાથી બીજા ભવમાં વૃક્ષના મૂળિયામાં જન્મ લેવો પડે છે.
(૭) સામાયિકમાં શરીરનો મેલ ઉતારવાથી બીજા ભવમાં શરીર દુર્ગધવાળું મળે છે.
(૮) સામાયિકમાં શરીરે ખણવાથી બીજા ભવમાં ખંજવાળને વ્યાધિ લાગુ પડે છે.
૯) સામાયિકમાં ઢાંકવા ગ્ય અંગે ઉઘાડાં રાખવાથી બીજા ભવમાં વેશ્યાને ત્યાં જન્મ લેવો પડે છે.
(૧૦) સામાયિકમાં પગ ઉપર પગ ચઢાવવાથી બીજા ભવમાં પગ ખોડો થાય છે.
(૧૧) સામાયિકમાં આખું શરીર ઢાંકવાથી બીજા ભવમાં સ્ત્રીનો અવતાર લેવો પડે છે.
(૧૨) સામાયિકમાં નિદ્રા લેવાથી બીજા ભવમાં “થીણુદ્રી નિદ્રાનો રોગ લાગુ પડે છે અને ચારિત્ર્ય માટે અપાત્ર બનાય છે.
આ બધા દોષો સામાયિકના કટ્ટર શત્રુઓ છે, માટે સામાયિકમાં તે તેને ન જ પ્રવેશવા દેવા જોઈએ.
આ દોષો સેવવાથી બંધાતાં અશુભ કર્મોના ફળ સંબંધી જે લખાણ કર્યું છે, તે શાસ્ત્રનું છે. માટે તેમાં જરાય સંદેહ રાખીશું, તે વિદેહ અને મહાવિદેહ બંને પ્રકારના અત્યંત ઉપકારક ભાવથી વંચિત રહી જઈશું, અને ફરી પાછા આવો ધર્મસામીયુક્ત માનવદેહ (ભાવ) કયારે મળશે તે તો અનંતજ્ઞાની ભગવંત જ સચોટપણે કહી શકે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org