________________
૧૨૪
રાઈ–પ્રતિક્રમણ આખા દિવસ દરમ્યાન જાતે કરેલાં, બીજા પાસે કરાવેલાં તેમજ અનુમે દેલાં સર્વ પાપની પૂર્ણ પશ્ચાત્તાપ સાથે આલેચના–નિંદા-ગહીં દેવસિય પ્રતિક્રમણમાં થાય છે. છે જ્યારે આખી રાત્રિ દરમ્યાન ત્રિવિધ કરેલાં સર્વ પાપની કડી આલોચના નિંદા-ગહ “રાઈ-પ્રતિક્રમણમાં થાય છે.
તે કહો! જીવને સર્વ પાપથી સર્વથા મુક્ત કરનારી આવી અનુપમ ભેટ આપણને વિના મૂલ્ય આપનારા શ્રી જિનેશ્વર પરમાતમા નિષ્કારણ કરૂણસિંધુ ઉપકારી ખરા ને ?
તેમ છતાં જે આપણે પ્રતિક્રમણદિને “નવરાને ધંધો કહીને વગેવીએ તે કેવા ગણુઈએ?
ફરી ફરીને કહેવાનું એ જ છે કે પાપને સારું ગણનારી દબુદ્ધિને નાશ કરીને, ખરેખર અનુપમ પ્રતિક્રમણ આપણને જે પ્રભુ તુલ્ય પ્યારું, પૂજ્ય ન લાગતું હોય તે, ભીતરમાં ભારે અંધકાર છે. એ હકીક્તને સ્વીકાર કરીને, “દૂષિતતિમિર-મનુ” એવા શ્રી જિનરાજના ચરણકમળમાં મસ્તક ઝૂકાવી પ્રાર્થના કરવી જોઈએ. કે હે જગનાથ! મને આપના માંગનો નેહ લાગે અને ભવરાગ ભાગે એવી કૃપા વરસાવો.
“મને દુઃખ મંજૂર છે, પણ પાપ હરગીઝ નહીં.” એ સૂત્રને જીવનસૂત્ર બનાવવાનું સર્વ પ્રગટાવવામાં પ્રતિક્રમણ અજોડ છે, એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.
પંડ (self) પ્રત્યેના ગાઢ રાગને વશ થઈને આપણે જે પાપ કરીએ છીએ, તે જ રાગ જે આત્મા (Soul) પ્રત્યે કેળવીએ, ધર્મમાં કેળવીએ, તે હિમાલયના ઉત્તગ શિખરે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org