SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ (૮) સામાયિકમાં બાળકને મીઠા શબ્દો વડે રમાડતાં, બીજા ભવમાં નિઃસંતાન રહેવું પડે છે. અથવા રંજાડનારા સંતાને મળે છે. (૯) સામાયિકમાં વિસ્થા કરવાથી બીજા ભવમાં ધર્મકથા સાંભળતાં કંટાળે આવે છે. (૧૦) સામાયિકમાં હાંસી-મશ્કરી કરવાથી, બીજા ભવમાં ઠેર-ઠેર હાંસીપાત્ર બનવું પડે છે. લાખેણે આ હિતવચનોની યથાર્થતાનું પ્રતિપાદન કરવા માટે સેંકડો પાનાં પણ ઓછા પડે. એટલે આ વચનોને અંતઃકરણપૂર્વક આવકારીને આપણે જે સામાયિક કરતા રહીશું, તે સામાયિક અવશ્ય અણમોલ લાગશે. સમતાભાવ પ્રગટ થશે. મિથ્યા-મમત્વ અળખામણું લાગશે. આત્માની બહાર ભટકવાની ભવવર્ધક કુટેવ નાબૂદ થશે, કાયાના બાર દેષ (૧) સામાયિકમાં શરીરને વારંવાર અસ્થિર કરવાથી બીજા ભવમાં હાડકાં વારંવાર તૂટી જાય છે. (૨) સામાયિકમાં ચારે દિશામાં જોયા કરવાથી બીજા ભવમાં વાંદરાનો અવતાર મળે છે. (૩) સામાયિકમાં સાવધ વ્યાપાર કરવાથી બીજા ભવમાં ધર્મમાં અંતરાય નડે છે. (૪) સામાયિકમાં આળસ મરડવાથી બીજા ભવમાં ધર્મ કાર્યમાં જીવ લાગતું નથી પણ આળસમાં જીવ રહે છે. (૫) સામાયિકમાં અવિનય કરવાથી બીજા ભાવમાં વનસ્પતિકાય આદિમાં જવું પડે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005347
Book TitlePratikraman Rahasya Prakash
Original Sutra AuthorN/A
AuthorPrabhakarvijay
PublisherJain Aradhana Trust
Publication Year1990
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy