________________
૧૧૬
પ્રતિકમણ ડહોળાય છે અને ડહોળાયેલા પાણીમાં, પદાર્થનું પ્રતિબિંબ પડતું નથી, તેમ પ્રતિક્રમણ ડહોળાય એટલે આમે પગ ડહોળાયા સિવાય રહેતું નથી,
પ્રતિક્રમણમાં જરાપણ ઉતાવળ ન કરવી જોઈએ. કારણ કે પ્રતિક્રમણને સમય આપવાથી જીવને સંસાર ઘટે છે.
પ્રતિક્રમણ પૂરું થતાંની સાથે હાશ છૂટ્યા ! એવી લાગણી ન થવી જોઈએ, કારણ કે પ્રતિક્રમણ એ કઈ વેઠ નથી પણ મહા ઉપગારી પ્રભુની મહામૂલી ભેટ છે.
પ્રતિક્રમણ કરવા જઈએ ત્યારે આપણા ચિત્તમાં, આપણે આખા દિવસ દરમ્યાન કરેલાં તેમજ કરાવેલાં પાપનું સ્પષ્ટ ચિત્ર અંકિત કરી દેવું જોઈએ. જેથી આપણે તે બધાં પાપની સાચા દિલથી નિંદા-ગહીં કરી શકીએ.
દવા લાગુ પડે તે દર્દ ઓછું થવા માંડે છે, તેમ જીવને પ્રતિક્રમણ લાગુ પડે તે પાપ-રસિકતા ઘટવા માંડે. જે ન ઘટે તે આપણે તેના કારણની તટસ્થભાવે શોધ કરવી જોઈએ.
પ્રતિકમણને પુણ્યશાળીઓનું અનુપમ સુકૃત સમજીને તેની ભારોભાર અનુમોદના કરવી જોઈએ.
કોઈ આત્મા, પ્રમાદને વશ થઈને યા અન્ય ખાસ કારણસર પ્રતિકમણ ન કરે તે તેને તિરસ્કાર ન કરવો જોઈએ. જે કરીએ તે અહંકારના શિકાર બનીએ! પણ તેવા આત્માઓને આત્મીયતાપૂર્વક પ્રતિક્રમણના ઘણું ઘણું લાભ સમજાવવા જોઈએ.
ઓછામાં ઓછા ઉણાદરી તાપૂર્વક પ્રતિક્રમણ થાય તે ઉમંગ-ઉત્સાહ, સ્કૂર્તિ, અપ્રમત્તતા સંતેષકારક જળવાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org