________________
૧૧૫
પિતાં કુમાર” વાકયમાંના “દિશા” શબ્દમાંના જ અક્ષરને માથે તેની ઓરમાન માતાએ માત્ર એક અનુસ્વાર મૂકીને “પિત્તાં' શબ્દ બનાવી દીધો એટલા માટે.
આ હકીકત સાથે સંકળાયેલે ઈતિહાસ અહીં રજુ નથી કર્યો. પણ કહેવા જેવું કહી દીધું છે, કે શબ્દના એક બિંદુની વધઘટ પણ કેવો અનર્થ સર્જી શકે છે.
ઘટને માથે બિંદુ મૂકીએ તે ઘંટ થઈ જાય અને તેનાથી આખે શબ્દ બદલાઈ જાય.
એટલે આપણે સૂત્રોના અધ્યયનમાં કાના–માત્રાની પણ ભૂલ ન કરવી જોઈએ.
આત્માના ઢંકાયેલા અક્ષર સ્વરૂપને પ્રગટ કરવામાં મંત્ર તુલ્ય અકારાદિથી શરૂ થતા અક્ષરેના સમૂહને વર્ણ માતા” કહેલ છે.
એટલે તેનો આદર કરવો તે પ્રત્યેક આરાધકનો ધર્મ છે.
શ્રી ભક્તામર આદિ તેત્રે સંસ્કૃત ભાષામાં હોવાથી અનેક ભાઈ-બહેનો તેના ઉચ્ચારમાં ભૂલો કરે છે.
એટલે જે પૂ. સાધુ-સાધ્વીજી મહારાજે તેમજ આદરણીય અધ્યાપકો પિતાની પાસે સૂત્રો ભણવા આવતા ભાઈબહેનેને શરૂથી જ ઉચ્ચાર-શુદ્ધિના લાભ સમજાવીને સૂત્રે ભણવે તે આવી ભૂલો થવાની શક્યતા ઓછી થઈ જાય.
આરાધક માટે હિતકર કેટલાક મુદ્દા હવે રજૂ કરૂં છું:
આત્માને શુદ્ધ કરવાના ઉત્તમ આશયવાળા પ્રતિક્રમણમાં થતા ઘંઘાટ, કોલાહલ, દુન્યવી વાર્તાલાપ વગેરે આપણને આંખમાં શૂળની જેમ ખટકવા જોઈએ. કારણ કે તેનાથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org