________________
૧૧૭
નવી-નવી માતાઓ અને નવા-નવા પિતાઓ કરવાના કલંકથી આત્માને સર્વથા મુક્ત કરવા માટે જરૂરી પાપભીરુતા અને ધર્મશૂરાતન બંને મહાન ગુણેને સુયાગ કરાવી આપનારા પ્રતિક્રમણને કેટિશઃ પ્રણામ!
લોકેત્તર ધર્મના અવિભાજ્ય અંગરૂપ સામાયિકમાં ભંગાણ પાડનારા મનના દસ દેષ,
(૧) એક વેપારી નિયમિત સામાયિક કરે છે. તેને એક દીકરો હતે. દીકરા તરફ વેપારીને અનહદ રાગ હતે. દીકર લોખંડને વેપાર કરતા હતા. એ વેપારમાં મેટે નફો મળે એવી તક ઉભી થઈ. એ તક એક અમલદારે ઝુંટવી લીધી. આ માથા સમાચાર વેપારીને સામાયિકમાં મળ્યા. એટલે તેમના મનમાં અમલદાર તરફ ભારોભાર દ્વેષ પ્રગટ થયે. અને તે જ સમયે આયુષ્ય પુરૂં થતાં વેપારીનું મૃત્યુ થયું અને મરીને સર્પ થ.
માટે સામાયિકમાં મનના મુખ્ય દસ દોષો પૈકીનો આ પ્રથમ દોષ–રોષ યા કોધ ન કરવો જોઈએ.
(૨) એક ભાઈ સામાયિકમાં હતા તેવામાં એક બોરવાળી બોર વેચવા આવી. “લે રસીલાં, મીઠાં લાલ રતન જેવાં બોર” એમ બોલતી તે આ ભાઈને દ્વારે આવી.
બેરના વખાણ સાંભળીને ભાઈને મોંમાં પાણી છૂટયું. બોર ખાવાની ઈચ્છા થઈ. એટલે તેમને થયું કે “સામાયિક ન કર્યું હોત તે સારૂં.” આવા અશુભ વિચારમાં ભાઈ મૃત્યુ પામ્યા. મરીને બેરમાં કીડારૂપે જમ્યા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org