________________
૧૧૧
કારક સિદ્વાનોમાં જમાનાવાદના નામે લવલેશ ફેરફાર ન કરવામાં જ સ્વર હિત છે. સાચી શાસન સેવા છે. પાકી સિદ્ધાન્તનિષ્ઠા છે. જીવંત આજ્ઞા પરાયણતા છે.
માટે આપણે જમાનાવાદીઓની મિથ્યા પ્રરૂપણાથી સાવધ રહીને જિનમાર્ગે ચાલવું જોઈએ.
શ્રી જિનરાજને માર્ગ એટલે પરમપદપ્રદ મોક્ષમાર્ગ
જે ચરમ તીર્થપતિએ મોક્ષમાર્ગ ન બતાવ્યો હોત તો આપણી શી દશા થાત? એ પ્રશ્ન પર આત્મહિતની દષ્ટિએ ઊંડાણથી વિચાર કરીએ, તો મેક્ષમાર્ગ અને તેના પ્રકાશક પરમાત્મા શ્રી મહાવીર સ્વામી તરફ આપણું હૃદયમાં પૂજ્યભાવથી ચઢીઆ અહોભાવ જાગે જ જાગે!
ભવને ભાવ આપવાથી શું ખાટીશું? માત્ર પરાધીનતા કે બીજું કાંઈ?
જ્યારે રત્નત્રયીની સમ્ય પ્રકારની આરાધના સ્વરૂપ આ માર્ગ પર મક્કમ મને ચઢીશું તેમજ ચાલીશું તે સંસાર પાછળ રહી જશે.
દેવાધિદેવ સન્મુખ ઊભા રહીને સ્તુતિ કરવાને આદર્શ સંસારને પાછળ રાખવાના ગર્ભિતાશયાળે છે. પ્રભુજીને તેમજ તેઓશ્રીની આજ્ઞાને આગળ રાખવાના આશયવાળે છે.
માટે જ પ્રતિકમણમાં સ્થાપનાચાર્યજી અનિવાર્ય છે. તે સિવાય પ્રતિક્રમવાની ક્રિયા લગભગ પાણીના વલેણ જેવી ગણાય છે.
અને સ્થાપનાચાર્યજી એટલે સુદેવ અને સુગુરુ એ સ્પષ્ટ અર્થ ગ્રહણ કરવાને છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org