________________
૧૧૨
કઈ પણ વિવેકી ગૃહસ્થ પિતાના સંતાનને શિખામણ આપતાં કહે છે કે આડામાગે કદી ન જશે. પણ પાપભીરુ, ધર્મશુરા મહાપુરુષોના માર્ગને અનુસરશે.
આ શિખામણને ઉદાત્ત હેતુ સમજી આપણે પણ જિનમાર્ગે ચાલવું જોઈએ. અને તે માર્ગ મક્કમપણે આગળ વધવા માટે-તે જ નિઃશંકપણે સાચું છે, જે શ્રી જિનેશ્વર પરમાત્માએ પ્રરૂપ્યું છે” (તર સર્વ નિરર્દ નિર્દિ જાં) સૂત્રને ગાંઠે બાંધવાનું છે.
- ભવબંધનને તેડી નાખવા માટે આ ગાંઠ-બંધન અણમેલ ભાવકૃપાણ સમાન છે.
કહે છે કે જિનમાર્ગ તલવારની ધાર જેવો છે, હા, વાત સાચી છે પણ જે સુપાત્ર આત્માઓને સંસાર બળતા ઘર જેવો લાગે છે, તેઓ તેનો ત્યાગ કરીને આ માર્ગ પર ચાલવામાં અહોભાગ્ય સમજે છે.
રેતી ફાકવાથી કદાચ ભૂખ ભાંગે તો પણ સંસારના કહેવાતા શ્રેષ્ઠ સુખથી પણ આત્મા સુખી ન જ થાય, એ શાસ્ત્રવચનને આપણે જેટલું વહેલું અંગીકાર કરીશું, તેટલો વહેલો આપણે ભવનિસ્તાર થશે.
એટલા માટે જ નિત્ય ઉમંગપૂર્વક પ્રતિક્રમણ કરવાનું હોય છે. કે જેના પ્રતાપે દેહાદિ પર પદાર્થોના સુખની લાલસાને વશ થઈને આપણે જે પાપ કરીએ છીએ. તે કદી ન કરવા-કરાવવાનું આત્મબળ પ્રગટ થાય.
હવે વિચારીએ સામાયિક વિધિના સૂત્રેના સ્પષ્ટ ઉચાર સંબંધમાં -
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org