________________
૧૦૧
બારમે અધિકારે “વૈયાવચ્ચ ગરાણું” સૂત્રથી સમ્યગૂદષ્ટિ દેવનું સ્મરણ કરાય છે.
આમ આ બાર અધિકારમાં મુક્તિના મહામંગળકારી સેતુરૂપ ભક્તિના ઉત્કૃષ્ટ સ્વરૂપનું પ્રતિપાદન છે.
જીવને જિનભક્તિની અપૂર્વ લગની લગાડવામાં આ અધિકારોમાં અદભૂત મંડન છે.
આ બાર અધિકારમાં વારંવાર કાઉસ્સગ્ન કરાવાય છે. ચાર વાર શ્રી નવકારનો કાઉસ્સગ્ગ આવે છે.
દેહમાં જે સ્થાન હૃદયનું છે, શ્રી જિનશાસનમાં તેજ સ્થાન કાઉસ્સગનું છે.
કાઉસગ્ગને આટલો બધો ઊંચો દરજજો આપીને જ્ઞાની ભગવંતોએ આરાધક માત્રને સ્પષ્ટપણે કહી દીધું છે કે કાઉસ્સગ્ગ સિવાય તમે કાયાની માયા–મમતાને સર્વથા સિરાવિ ત્યાગી) નહિ શકે.
કાયાની માયાને વોસિરાવવાથી જ આત્માની માયામમતામાં મન ઓતપ્રેત થવા માંડે છે.
આત્માના અસંખ્ય પ્રદેશોમાં દેહરાગ કેટલો પ્રબળ છે તેનું તારણ કાઢવું હોય તે માથું દુખવા આવે છે તે, આપણે સ્વ-સ્થ રહી શકીએ છીએ કે અ-સ્વ-સ્થ બનીએ છીએ તેની તટસ્થપણે તપાસ કરવી.
આ દુનિયાના મોટા ભાગના માણસો દેહને આત્મા સમજીને જીવે છે. તેમાં ખાસ અપવાદરૂપ જે કોઈ હોય તો તે આત્મજીવી મહાપુરુષે જ છે.
કાઉસ્સગ એ અત્યંતર તપનો એક પ્રકાર છે. તેના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org