________________
૧૦૨ પ્રભાવથી પાપવૃત્તિ નિષ્ક્રિય અથવા મડદાળ બનવા માંડે છે, ધર્મવૃત્તિ સક્રિય બને છે. અર્થાત્ શાસ્ત્રોક્ત ધાર્મિક પ્રવૃત્તિમાં આરાધક શૂરો બને છે.
સડવા, પડવાના સ્વભાવવાળા દેહ સાથે ગાઢપણે જોડાયેલા મનને કદી નહિ સડનારા, કદી નહિ મરનારા શાશ્વત આત્મામાં ઓગાળી દેવાથી જ અભય, અખેદ અને અષનો અલૌકિક અનુભવ થાય છે.
સમાધિ, સમભાવ, શાતા, સ્વસ્થતા ત્યારે જ આપણા અંગભૂત બને છે, જ્યારે કારમે દેહાધ્યાસ સર્વથા બહિષ્કૃત થાય છે. - દેહાધ્યાસને બહિષ્કાર કરવાનો સચોટ, સિદ્ધ ઉપાય કાઉસ્સગ છે.
કાઉસગમાં રહેલા મુનિરાજના તપકૃશ દેહને વૃક્ષનું થડ સમજીને તેની સાથે પિતાના શરીરની ખંજવાળ દૂર કરવા, શરીર ઘસતા પશુને દાખલે ટાંકીને શાસ્ત્રકાર ભગવંતોએ આપણને સાચા કાઉસગ્નનું યથાર્થ સ્વરૂપ સારી રીતે સમજાવી દીધું છે.
એમ કે પશુની આવી વિડંબના વચ્ચે પણ કાઉસગ ધ્યાને રહેલા મુનિરાજ અડોલ અર્થાત નિચેષ્ટ રહ્યા હતા.
નિધ્યેષ્ટ એટલે દેહભાવે મૃત રહ્યા. આત્મ-સ્વભાવે જીવંત રહ્યા.
ધર્મકથાનુગમાં આવા અનેક દાખલા આવે છે. જે આપણે તેના સમગ્ર સ્વરૂપ ઉપર ગંભીરતાથી વિચાર મનનચિંતન કરીએ તે, આપણું ચિત્તમાં પણ ચેતનરાજને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org