________________
ઉત્તર - જે ક્ષેત્રોમાં અસિ (શસ્ત્ર અને યુદ્ધ વિદ્યા) મસિ (લેખન અને પઠનપાઠન) કૃષિ તથા આજીવિકાના બીજા
સાધનરૂપ કર્મ (વ્યાપાર – વ્યવસાય) હોય તેને કર્મભૂમિ' કહેવાય છે. અને અકર્મભૂમિ એટલે જ્યાં
અસિ-મસિ અને કૃષિ આદિ ન હોય પરંતુ કલ્પવૃક્ષોથી નિર્વાહ થાય તેને “અકર્મભૂમિ' કહેવાય છે. પ્રશ્ન ૨૭ - જંબુદ્વીપમાં ભરતક્ષેત્ર ક્યાં આવેલ છે? ઉત્તર - લઘુહિમવંત નામના પર્વતની દક્ષિણમાં અને ધક્ષણી લવણસમુદ્રની ઉત્તરમાં, પૂર્વ લવણસમુદ્રની
પશ્ચિમમાં, પશ્ચિમી લવણસમુદ્રની પૂર્વમાં જંબૂદ્વીપમાં ભરત’ નામનું વર્ષક્ષેત્ર આવેલ છે. પ્રશ્ન ૨૮ - ભરતક્ષેત્ર કેવા પ્રકારનું છે? ઉત્તર - તે ક્ષેત્ર સ્થાણુ કંટક, વિષમભૂમિ, પર્વત, પ્રપાત, ગુફ, નદી, દહ, વૃક્ષ, ગુચ્છા, ગુલ્મ, લત્તા, વલ્લરી,
અટવી, શ્વાપદ, ચોર, ઉપદ્રવ, દુર્ભિશ્વ, દુષ્કાળ, પાખંડ કૃપણ, ભિખારી ઈતિભીતિ, રોગ, કુવૃષ્ટિ સંક્લેશ,
સંક્ષોભ આદિથી યુક્ત છે. પ્રશ્ન ર૯ - ભરતક્ષેત્રના આકાર-માપ શું છે? ઉત્તર - ભરતક્ષેત્ર પૂર્વ-પશ્ચિમ લાંબુ અને ઉત્તર-દક્ષિણ પહોળુ છે. ઉત્તરમાં પર્યકના આકારે અને ધક્ષણમાં
ધનુષની પીઠના આકારે છે. ત્રણ તરફથી લવણસમુદ્રથી સ્પષ્ટ ધેરાયેલો છે. આ ભરતક્ષેત્ર જંબુદ્વીપના
એકસો નેવું (૧૯૦) માં ભાગે છે. એટલે કે તેનો વિખંભ (પહોળાઈ) પ૬/૧૯ યોજન છે. પ્રશ્ન ૩૦ - જંબુદ્વીપના ૧૯૦ ભાગ કેવી રીતે છે? ઉત્તર - જંબુદ્વીપ ૧ લાખ યોજનાના વિસ્તારવાળો છે. તે ૧ લાખ યોજનના ૧૯૦ ખંડ એટલે ભાગરૂપ છે તે નીચે
પ્રમાણે છે. (૧) ભરતક્ષેત્ર ૧ ખંડ પ્રમાણ પર યોજન ૬ ક્લા (૨) ઐરાવતક્ષેત્ર ૧ ખંડ પ્રમાણ પક યોજન ૬ કલા (૩) લઘુહિમવંત પર્વત ૨ ખંડ પ્રમાણ ૧૦૫ર યોજના ૧ર કલા (૪) શિખરી પર્વત ર ખંડ પ્રમાણ ૧૦પર યોજના ૧ર કલા (૫) હૈમવત ક્ષેત્ર ૪ ખંડ પ્રમાણ ર૧૦૫ યોજન ૫ કલા ૬) હૈરણ્યવત ક્ષેત્ર ૪ ખંડ પ્રમાણ ર૧૦પ યોજન ૫ કલા (૭) માહિમવંત પર્વત ૮ ખંડ પ્રમાણ ૪ર૧૦ યોજન ૧૦ ક્લા (૮) રુકિમ પર્વત ૮ ખંડ પ્રમાણ ૪ર૧૦ યોજન ૧૦ ક્લા (૯) હરિવર્ષ ક્ષેત્ર ૧૬ ખંડ પ્રમાણ ૮૪ર૧ યોજન ૧ કલા (૧૦) રમ્યફવર્ષ ક્ષેત્ર ૧૬ ખંડ પ્રમાણ ૮૪ર૧ યોજન ૧ ક્લા (૧૧) નિષધ પર્વત ૩૨ ખંડ પ્રમાણ ૧૬૮૪ર યોજન ૨ કલા (૧ર) નીલવંત પર્વત ૩૨ ખંડ પ્રમાણ ૧૬૮૪ર યોજન ૨ કલા (૧૩) મહાવિદેહ ક્ષેત્ર ૬૪ ખંડ પ્રમાણ ૩૪૮૪ યોજન ૪ કલા. ૧૯૦ ખંડ
૧00000 યોજન
0000000000
000
%
સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨
Jain Educationa Interational
For Personal and Private Use Only
www.jainelibrary.org