________________
યોજન
કલા તેમાં ક્ષેત્ર - પપ૯ પર્વત - ૪ર૧૦ ૧૦
૧ 0 યોજન (૧ લાખ યોજન) સારાંશ એ છે કે, ભરત - ઐરાવત કરતા લઘુહિમવંત અને શિખરી પર્વત બમણા વિસ્તારવાળા છે. તેના કરતા હૈમવત-હૈરણ્યવત ક્ષેત્ર બમણા વિસ્તારવાળા છે. તેના કરતા માહૈમવત અને રુકિમ પર્વત બમણા વિસ્તારવાળા છે. તેના કરતા રિવર્ષ - રમ્યફવર્ષ ક્ષેત્ર બમણા વિસ્તારવાળા છે. તેના કરતા નિષધ - નીલવંત પર્વત બમણા વિસ્તારવાળા છે. તેના કરતા મહાવિદેહ ક્ષેત્ર બમણા વિસ્તારવાળું છે.
આ બધા ક્ષેત્રો અને પર્વતોની પૂર્વ-પશ્ચિમ લંબાઈ અનિયત છે. પ્રશ્ન ૩૧ - ભરતક્ષેત્રના કેટલા ભાગ અને કેટલા ખંડ છે? ઉત્તર - ભરત વર્ષ ક્ષેત્રના વૈતાઢ્ય પર્વતથી બે વિભાગ પડે છે. (૧) દક્ષિણાર્ધ ભરત (૨) ઉત્તરાર્ધ ભરત
તથા લઘુહિમવંત પર્વત ઉપર રહેલા પદ્મદૂહમાંથી નીકળેલી ગંગાસિંધુ નદી આ બન્ને ઉત્તર-દક્ષિણ ભરતની વચ્ચે થઈને જતી હોવાથી ભરતક્ષેત્રના કુલ છ વિભાગ એટલે છ ખંડ થાય છે. આ છ ખંડને ચક્વર્તી સાધે છે. અને વૈતાઢય પર્વતની નીચેના ત્રણ ખંડ (૧, ૨, ૬) ને વાસુદેવ જીતી શકે છે.
ભરતક્ષેત્રના છ ખંડ માંહેના મધ્યખંડ (પ્રથમ)માં આજની સંપૂર્ણ દુનિયા સમાઈ ગઈ છે. પ્રશ્ન ૩ર - ભરતક્ષેત્રના છ ખંડ સાધવા માટે ચક્રવર્તી કેટલાં અઠ્ઠમ કરે છે? કયા કયા સ્થળ ઉપર કરે છે? ઉત્તર - ચક્વર્તી મહારાજા તેર અઠ્ઠમ કરી છ ખંડ ચૌદ રત્ન અને નવનિધાન પ્રાપ્ત કરે છે. પ્રથમ અઠ્ઠમ - માગધતીર્થને સાધવા
સાતમો અટ્ટમ - ચૂલહિમવંત ગિરિકુમાર માટે બીજો અટ્ટમ - વરધમ તીર્થને સાધવા
આઠમો અટ્ટમ - વિદ્યાધર શ્રેણીમાં ત્રીજો અઠ્ઠમ – પ્રભાસતીર્થને સાધવા નવમો અઠ્ઠમ - ગંગાદેવીને માટે ચોથો અઠ્ઠમ - સિંધુદેવીને સાધવા
દશમો અટ્ટમ - નૃત્યમાલ દેવને માટે પાંચમો અઠ્ઠમ - વૈતાઢ્યગિરિ કુમાર માટે અગીયારમો અટ્ટમ - નવનિધાન મેળવવા માટે છઠ્ઠો અઠ્ઠમ - કૃતમાલ દેવ માટે
બારમો અટ્ટમ - અયોધ્યાના અધિષ્ઠયક દેવ માટે
તેરમો અટ્ટમ - રાજ્યાભિષેક વખતે. આ રીતે તેર અડ્રમ કરીને ચક્વર્તાપદની પ્રાપ્તિ કરે છે. જ્યારે ચક્વર્તી રાજાનું આયુષ્ય પૂર્ણ થાય છે અથવા તે દીક્ષા અંગીકાર કરે છે ત્યારે ગંગા અને સિંધુ નદીની ઉપરનાં પુલ ધીરે ધીરે વિનાશ પામે છે. અને ગુફાનાં અધિષ્ઠયક દેવો બન્ને ગુફાનાં દ્વારો બંધ કરી દે છે. એટલે છ ખંડનો વ્યવહાર છ મહિના સુધીમાં આપોઆપ બંધ થઈ જાય છે. અને નિધાનો લવણસમુદ્રને કિનારે શાશ્વતસ્થાનમાં તથા
સાત એકેન્દ્રિયરત્નો પોતાના સ્થાનમાં ચાલ્યા જાય છે. સ્ત્રીરત્ન આયુષ્ય પૂર્ણ કરી નરકે જાય છે. પ્રશ્ન ૩૩ - ભરતવર્ષમાં આદિશ કેટલાં છે? ઉત્તર - ભરતક્ષેત્રના પ્રથમખંડમાં રપા આર્યદેશ છે. બાકીના બધા દેશ તથા પાંચખંડમાં બધા દેશો અનાર્ય છે. (86) [
જંબૂદ્વીપની જાહોજલાલી! ]
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org