________________
(૫) કેવળજ્ઞાન - કેવળજ્ઞાનાવરણીય કર્મના સંપૂર્ણ ક્ષયથી લોકાલોકના સર્વ દ્રવ્યોના સૈકાલિક સર્વ પર્યાયો એક સમયે એક સાથે જેનાથી જણાય છે તે કેવળજ્ઞાન.
કેવળજ્ઞાનના છ અર્થ છે. (૧) શુદ્ધ - જ્ઞાનાવરણીય કર્મના સંપૂર્ણ આવરણથી રહિત છે તેથી શુદ્ધ (૨) સકલ - ઉત્પન્ન થતાં જ સંપૂર્ણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને જાણે તેથી સલ. (૩) અસાધારણ - તેના સમાન બીજું કોઈ જ્ઞાન નથી. (૪) અનંત - અનંત પદાર્થોને જાણે અને અનંતકાળ ટકે માટે અનંત. (૫) નિર્વાઘાત - કોઈપણ જાતના વ્યાઘાત રહિત (૯) એક - મતિજ્ઞાન આદિ ચાર જ્ઞાનથી રહિત. મતિજ્ઞાનઆદિ ચાર જ્ઞાન ક્ષયોપશમ ભાવે છે. જ્યારે કેવળજ્ઞાન ક્ષાયિક ભાવે છે.
સૂર્યનો પ્રકાશ ઘરની અંદર બારી વગેરે દ્વારા આવે તેની સમાન ક્ષયોપશમ ભાવ રૂપ મતિ આદિ જ્ઞાન સમજવા. અને ઘરની દીવાલ વગેરે દૂર કરતા જેમ સૂર્યનો પ્રકાશ સ્પષ્ટ અને સંપૂર્ણપણે આવે છે. તેમ કર્મના ક્ષયથી કેવળજ્ઞાન તે ક્ષાયિક ભાવે છે.
સમ્ય દૃષ્ટિના મતિ, ચુત, અવધિ, જ્ઞાનરૂપ ગણાય છે અને મિથ્યાષ્ટિના આ ત્રણ અજ્ઞાનરૂપ ગણાય છે.
મન:પર્યવ અને કેવળ તો સમ્યમ્ દેષ્ટિને જ હોય છે તેથી તેના પ્રતિપક્ષી અજ્ઞાન હોતા નથી. પ્રશ્ન ૮૭ - ૧૪ ગુણસ્થાનમાં ૫ જ્ઞાનમાંથી કેટલા જ્ઞાન હોય? ઉત્તર – ગુણસ્થાન કેટલા જ્ઞાન?
કયા? ૧ લા, ૩ જા માં જ્ઞાન નથી.
(૩ અજ્ઞાન) ૨,૪,૫ માં ૩ જ્ઞાન
(મતિ, શ્રુત, અવધિ) ૬ થી ૧ર માં ૪ જ્ઞાન
(મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ) ૧૩- ૧૪ માં ૧ જ્ઞાન
(કેવળજ્ઞાન) પ્રશ્ન ૮૮ - દર્શન એટલે શું? તેના કેટલા ભેદ છે? ઉત્તર – વસ્તુના સામાન્ય સ્વરૂપનો બોધ એટલે દર્શન તેના ચાર પ્રકાર છે.
(૧) ચક્ષુદર્શન - ચક્ષુદ્વારા થતો વસ્તુનો સામાન્ય બોધ. (ર) અચક્ષુ દર્શન - ચક્ષુ સિવાયની ચાર ઇન્દ્રિયો તથા મન દ્વારા થતો વસ્તુનો સામાન્ય બોધ (૩) અવધિ દર્શન - મર્યાદામાં રહેલા રૂપી પઘર્થોનો સામાન્ય બોધ (૪) કેવળ દર્શન - લોકાલોકના સર્વ દ્રવ્યોનો સામાન્ય બોધ.
છદ્મસ્થ જીવોને પ્રથમ દર્શનોપયોગ હોય છે. પછી જ્ઞાનોપયોગ હોય છે અને અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત ઉપયોગ બદલાય છે જ્યારે કેવળજ્ઞાનીને પ્રથમ જ્ઞાનોપયોગ હોય છે. પછી દર્શનોપયોગ હોય છે અને સમયે સમયે ઉપયોગ બદલાય છે.
ચક્ષુદર્શન આદિની જેમ મન:પર્યવ દર્શન શા માટે નથી હોતું? મન:પર્યવજ્ઞાની તથા પ્રકારના ક્ષયોપશમ ભાવથી પહેલેથી જ વિશેષપણે મનો દ્રવ્યના આકાર (પર્યાય) ને જાણે છે તેથી મન:પર્યવદર્શન નથી. સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨
(71) |
Jain Educationa Interational
For Personal and Private Use Only
www.jainelibrary.org