________________
આ તિથ્યલોકમાં સૌથી પ્રથમ દ્વિીપ છે જેનું નામ જંબુદ્વીપ. એક લાખ યોજનનો, જેમાં કર્મભૂમિના ક્ષેત્રો, અકર્મભૂમિના ક્ષેત્રો, વિશાલકાય પર્વતો, અગાધ જલરાશિથી છલકતી ગંગા - સિંધુ આદિ મહી નદીઓ તથા શાશ્વતા દૂહો આ બધું તો છે જેના ઉત્તરે ઐરાવત ક્ષેત્ર, દક્ષિણે ભરત ક્ષેત્ર તથા વચ્ચે પૂર્વ - પરિચમ ૩ર વિજય ધરાવતું તીર્થકરોનો સદાયે લાભ જગતને આપનાર મહાવિદેહ ક્ષેત્ર છે. આ બધું વર્ણન માપ સહિત તથા નકશા (Map) વડે પ્રશ્નોત્તરરૂપે સ્વર્ણિત છે.
આ રીતે જંબુદ્વીપ પછી આવે છે “અઢીદ્વિીપનું વર્ણન” જે ક્ષેત્રથી આગળ મનુષ્યનો જન્મ કે મૃત્યુ નથી. આ ક્ષેત્ર ૪૫ લાખ યોજનાનું છે. અર્ધ દ્વીપ એટલા માટે લીધો છે કે પુષ્કરદ્વીપનો અર્ધો ભાગ પસાર થતાં માનુષોત્તર પર્વત ચારે બાજુએ ફરતો ઊભો છે. બસ ત્યાં સુધી જ મનુષ્યોની વસતિ આ વિશ્વમાં છે. આ રીતે વિશેષ પ્રશ્નોત્તર દ્વારા જગત દર્શન કરાવીને જ્ઞાનમાં વૃદ્ધિ થાય એવી લેખકની ભાવના અછતી રહેતી નથી. આગમ તો રત્નાકર છે તમારો જ્યાં હાથ પડે ત્યાં રત્નો જ જડે.
“તીર્થકરના પગલે પગલે જગતુ બદલે તીર્થકરના જ્ઞાનના ઢગલે આત્મદશા બદલે” “જ્ઞાન દીપક છે... અજવાળવાનું છે અંતર ઘરને... જ્ઞાન દર્પણ છે .... જોવાની છે સ્વયંની જાતને.. જ્ઞાન મીટર છે. તપાસવાનું છે નિજ માપ...
જ્ઞાન ઝરણ છે.. ઝબોળવાના છે અશુદ્ધ યોગને”.. અજ્ઞાનના અંધકારમાં ભીંસ અનુભવી રહેલા જ્ઞાનવિહોણા જીવોને તત્ત્વનું દાન દેનાર આ પુસ્તક તત્ત્વ દ્વારા સત્ત્વને ખીલવીને “ખુશબુદાર ખજાનો - મોજ આપશે મજાનો આત્મ સમાધિની મસ્તી ભરી પળો માણવાની સોનેરી તક આપે છે. રખે ચાલી ન જાય એ સોનેરી તક..!
“પ્રશ્નોની કરવાની છે તમારે પહચાન, ન રહેશો તમે અનજાન
પ્રત્યુત્તરો મેળવીને પામો સમ્યગ જ્ઞાન, જો આપ હશો સભાન” જે જે વિષયો અહીંયા વિષયરૂપે લીધા છે તેના ભાવને સમજીને આત્મસ્થ કરવા આપ વાચકવર્ગની જિજ્ઞાસા, સ્થીરતા અને કુશાગ્રતિની અતિ જરૂર છે. કારણ કે જે કાંઈ શ્રુતજ્ઞાનના સહારે પામવાનું તે આપના હાથમાં જ છે.
પ્રાન્ત. મમ જીવનના ઘડવૈયા, સંયમ શિક્ષા દાતા, શ્રુતજ્ઞાનની ઉપાસનામાં સદૈવ તત્પર તત્ત્વવેતા બા.બ. શ્રી વનિતાબાઇ મહાસતીજી જેઓ ગોંડલ સંપ્રદાયના યુવાપ્રણેતા બા.બ્ર. પૂજ્ય ગુરુદેવ શ્રી ધીરજમનિ મ.સા.ના આજ્ઞાનુવર્તી પારસમૈયા અધ્યાત્મયોગિની સ્વ. શ્રી રંભાબાઇ મહાસતીજીના કૃપાપાત્રી શિષ્યરત્ના છે અને શાસનરત્ના, તપસ્વીની, વિદુષી શ્રી નર્મદાબાઇ મહાસતીજીના પુત્રીરત્ના છે.
આપનું જ્ઞાન વિશેષ સૂકમતમ ભાવો સહુને સમજાવી શકે તેવું વર્ધમાન બને, આપની પ્રજ્ઞાનો પ્રકાશ સૂચવતું પ્રસ્તુત પુસ્તક જેનું સંકલન અનેકના જીવનમાં ભીતરનો અંધકાર ભેદીને શ્રુતજ્ઞાનનો સહસ્ત્રરહિમ સૂર્ય ઉદિત કરે અને એ પ્રકાશની સોનેરી સુખમય ક્ષણોનો આસ્વાદ સહુને અર્પે એવો આ પુસ્તક પ્રકાશનનો આપનો અભિગમ સફળ બને એ જ મનોભાવના.
– વિનીત કૃપાકાંક્ષી
બા.બ્ર.શ્રી હંસાબાઈ મહાસતીજી
જિજ્ઞાસા...મિમાંસાસમીક્ષા...
છે જો
.
Jain Educationa Interational
For Personal and Private Use Only
www.jainelibrary.org