________________
૩ વિપાક વિચય - કર્મના ફલનું ચિંતન
૪. સંસ્થાન વિચય - લોકમાં રહેલા પદાર્થોનું છ દ્રવ્યોનું તથા લોકના સ્વરૂપનું ચિંતન આત્માને કેન્દ્રમાં રાખીને કરે તે ધર્મધ્યાન કહેવાય છે. આત્માના ધર્મો (ગુણો) નું ધ્યાન તે પણ ધર્મધ્યાન કહેવાય છે.
શાસ્ત્રમાં ધર્મધ્યાન તેને જ માનવામાં આવ્યું છે જે જીવને મુક્તિ પામવામાં સહાયક હોય. તેથી સમક્તિ પામ્યા પછી જ ધર્મધ્યાનની શરૂઆત થાય છે. મિથ્યાષ્ટિને કષાયની અલ્પતા, તપ, જપ વગેરે પુણ્યબંધ કરાવી શકે છે. ધર્મધ્યાનના અન્ય પણ ચાર ભેદ ગ્રંથોમાં જોવા મળે છે.
૧. પિંડસ્થ ધ્યાન - શુદ્ધ ફ્લીક સમાન નિર્મલ શરીર યુક્ત, જ્ઞાન, દર્શન સુખ વીર્યથી અલંકૃત આઠ મહા પ્રતિહાર્યોથી શોભતા ઘાતી કર્મના ક્ષયથી કેવલજ્ઞાન-દર્શનના સ્વામી ૩૪ અતિશય અને ૩૫ પ્રકારની વાણીથી યુક્ત અરિહંત દેવનું જેમાં ધ્યાન કરવામાં આવે છે તે પિંડસ્થ ધ્યાન કહેવાય છે.
૨. પદસ્થ ધ્યાન - પવિત્ર પદોનું અવલંબન લઈને કરવામાં આવતું ધ્યાન તે પદસ્થ ધ્યાન કહેવાય છે જેમકે ‘નમો અરિહંતાણે આદિ પાંત્રીશ અક્ષરના મંત્રનું ધ્યાન ‘અરિહંત સિદ્ધ આયરિય ઉવઝાય સાહુ, એ સોળ અક્ષરના મંત્રનું ધ્યાન, ‘અસિઆઉસ’ એ પાંચ અક્ષરના મંત્રનું ધ્યાન વગેરે.
૩ રૂપસ્થ ધ્યાન - સમવસરણમાં સ્થિત અરિહંત પરમાત્માનું જેમાં ધ્યાન કરવામાં આવે છે તેને રૂપસ્થ ધ્યાન કહે છે. ત્યાં સમવસરણમાં ૧ર પ્રકારની પરિષદ (ચાર પ્રકારના દેવ, ચાર પ્રકારની દેવી, તિર્યંચ-તિર્યંચાણી, મનુષ્ય અને મનુષ્યાણી અથવા સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા) હોય છે. અશોકવૃક્ષની નીચે સુવર્ણમય રત્નજડિત સિંહાસન ઉપર પ્રભુ બિરાજે છે. તેના ઉપરાઉપર ત્રણ છત્ર હોય છે. બંને બાજુ શ્વેત ચામર વીંઝાય છે. વગેરે અષ્ટ મહાપ્રતિહાર્ય યુક્ત પરમાત્માના મુખમાંથી દિવ્યવાણી વરસી રહી છે જાણે કે પોતે સમવસરણમાં ભગવાનની વાણી સાંભળી રહ્યો છે વગેરે ધ્યાન કરવું તે રૂપસ્થ ધ્યાન છે.
૪. રૂપાતીત ધ્યાન - વર્ણ, ગંધ, રસ, સ્પર્શ શરીરથી રહિત, નિરંજન, નિરાકાર, જ્ઞાન, દર્શન આદિ અનંતગુણનો પિંડ, ચિદાનંદ સ્વરૂપ, સિધ્ધ પરમાત્માનું ધ્યાન તેને રૂપાતીત ધ્યાન કહેવાય છે. આ ધ્યાનમાં તન્મયતા થતાં સ્વયં સિદ્ધ સ્વરૂપ છે. એવો ભાવ પ્રગટે છે. ધ્યાતા-ધ્યાન અને ધ્યેયની એકરૂપતા અને અભેદતા સધાય છે. આત્મા સ્વયં પરમાત્મામાં અભેદભાવને પ્રાપ્ત કરતાં સમાધિની પ્રાપ્તિ કરે છે. તે રૂપાતીત ધ્યાન છે. (૪) શુક્લ ધ્યાન - ઉત્તમ સંઘયણવાળો સાધક જ્યારે ઉપશમ શ્રેણી અથવા ક્ષપક શ્રેણીએ આરૂઢ થાય છે ત્યારે
તેને શુક્લ ધ્યાન આવે છે. તેના ચાર પ્રકાર છે.
(૧) પૃથકૃત્વવિતર્ક સવિચાર - શ્રુતનું અવલંબન લઈને કોઈ એક દ્રવ્યને ધ્યાનનો વિષય બનાવીને તેમાં ઉત્પાદુ વ્યય, ધ્રૌવ્યરૂપ ભંગોનું તથા મૂર્તત્વ – અમૂર્તત્વ આદિ પર્યાયોનું અનેક નયની અપેક્ષાએ ચિંતન કરતાં એક પર્યાયથી બીજી પર્યાય પર, એક અર્થથી બીજા અર્થ તરફ એક યોગથી બીજાયોગ પર આ રીતે ચિત્તવૃત્તિનું પરિવર્તન કરતાં જે ધ્યાન થાય છે. તે પ્રથમ શુક્લ ધ્યાન છે.
(૨) એકત્વવિતર્ક અવિચાર - આ ભેદમાં વિતર્ક યાને શ્રુતનું અવલંબન હોય છે. પરંતુ વિચાર યાને ચિત્તવૃત્તિનું પરિવર્તન નથી હોતું. કોઈપણ એક પર્યાય પર નિષ્કપ દીપ શીખાની જેમ મન સ્થિર બની જાય છે અને પરિણામ સ્વરૂપ કર્મોના આવરણ શીધ્ર દૂર થઈ જાય છે. અને કેવલજ્ઞાન પ્રગટ થાય છે.
(૩) સૂમ ક્રિયાઅપ્રતિપાતિ - જ્યારે કેવલી ભગવાન સૂર્મકાય યોગનું અવલંબન લઈને શેષ યોગોનો નિરોધ કરે છે ત્યારે માત્ર શ્વાસોજ્વાસની સૂક્ષ્મ ક્રિયા શેષ રહે છે અને અહીંથી ફરી પતન થતું નથી. તે સમયની સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨
(65) |
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org