________________
ઉત્પન્ન થાય છે તે તૈજસ સમુદ્દાત દ્વારા તેજો લેશ્યા છોડીને સામે રહેલ વ્યક્તિ કે વસ્તુને ભસ્મીભૂત કરી શકે છે. આ રીતે તૈજસ શરીર ઉષ્ણ લેશ્યા અને શીતલેશ્યા દ્વારા અનુગ્રહ અને ઉપઘાત (બાળી પણ શકે અને ઠરી પણ શકે) બંને કરી શકે છે.
(૫) કાર્મણશરીર - કર્મના પુદ્ગલોનો પિંડ તેને કાર્યણ શરીર કહેવાય છે. આ શરીર પ્રત્યેક જીવાત્માઓના અસંખ્ય આત્મ પ્રદેશો સાથે તૈજસ શરીરની જેમ જ અનાદિકાળથી જોડાયેલ છે અને મોક્ષ પ્રાપ્તિના અંતિમ સમય સુધી નિરંતર રહેવાવાળું છે. સમગ્ર સંસારનું મૂળ કારણ આ કાર્પણ શરીર છે જે શરીર દ્વારા જીવ કર્મ પુદ્ગલોને ગ્રહણ કરીને કર્મરૂપે પરિણમાવે છે અને ઉત્પત્તિના પ્રથમ સમયમાં આહારના પુદ્ગલોને ગ્રહણ કરે છે. તેને કાર્પણ શરીર કહેવાય છે.
પ્રશ્ન ૬ - ૧૪ ગુણસ્થાનમાં ૫ શરીરમાંથી શરીર કેટલા હોય ? ઉત્તર – (ઔદારિક, વૈક્સિ, આહારક, તૈજસ, કાર્મણ શરીર)
કેટલા શરીર ?
ગુણસ્થાન ૧ થી ૫ માં
૬ - ૭ માં
૮ થી ૧૪ માં
૪ શરીર
૫ શરીર હોય
૩ શરીર હોય
કયા?
(આહા૨ક વર્જીને)
(બધાં)
(ઔદારિક, તૈજસ, કાર્મણ)
પ્રશ્ન ૬૭ - સંઘયણ કોને કહેવાય ? અને તેના કેટલા પ્રકાર છે ?
–
ઉત્તર – સંધયણ – જે વડે શરીરના અવયવો તેમજ હાડકાઓ વિશેષ મજબૂત થાય તે જાતનું બંધારણ તેને સંઘયણ કહે છે. અર્થાત્ ‘સંઘયળિિનધઓ એટલે હાડકાની મજબૂતાઈ.
(૧) વજ્રૠષભ નારાચ સંઘયણ - વજ્ર બંધારણો જેમાં હોય તેને વજ્રઋષભ ના૨ાચ સંઘયણ કહે છે. આ સંઘયણમાં પ્રથમ મર્કટ બંધ એટલે સામસામાં હાડકાના ભાગો એક્બીજા ઉપર આંટી મારીને વળગેલા હોય અને તે મર્કટબંધ ઉપર મધ્યભાગે ઉપર નીચે ફરતો હાડકાનો પાટો વીંટાયેલો હોય છે. અને તે પાટાની ઉપર મધ્યના ભાગે હાડકાની બનેલી એક મજબૂત ખીલી આરપાર નીકળેલી હોય છે તેને વજ્રૠષભ નારાચ સંઘયણ કહે છે.
આ સંઘયણ એટલું તો મજબૂત હોય છે કે તેના ઉપર ગમે તેટલા પ્રહારો થાય છતાં હાડકાં ભાંગતા નથી. અર્થાત્ આ ઘણું જ મજબૂતમાં મજબૂત હાડકાનું બંધારણ છે. મોક્ષે જના૨ જીવોનેઆ સંઘયણ હોય છે.
(૨) ૠષભ નારાચ સંઘયણ - આ સંઘયણમાં મર્કટબંધ અને તેની ઉપર પાટો એ બે હોય છે. (૩) નારાચ સંઘયણ - જેમાં માત્ર મર્કટબંધ જ હોય છે.
(૪) અર્ધનારાચ સંઘયણ - આ સંઘયણમાં એક્બાજુ મર્કટ બંધ અને બીજી બાજુ માત્ર ખીલી લગાડેલી હોય. (૫) કીલકુ સંઘયણ - આ સંઘયણમાં બંને હાડકા એક્બીજાને પરસ્પર સીધા જોડાયેલા હોય છે અને તેના ઉપર માત્ર ખીલી હોય છે.
(૬) છેવટું (સેવાત્ત) સંઘયણ - આ સંઘયણમાં પરસ્પર હાડકાના છેડા સ્પર્શેલા હોય છે. સહજ નાના નિમિત્ત (પડી જવા આદિ) થી હાડકું ભાંગી જાય છે. કોઈવાર ઉતરી જાય છે તૈલાદિકના મર્દનથી પાછું હાડકું ચઢાવી દેવામાં આવે છે. એટલે પીડા હોવા છતાં સેવા કરવાથી સ્વસ્થાનને પ્રાપ્ત થતું અસ્થિ બંધારણ તેનું નામ ‘સેવાર્તા.’ આ સંઘયણ સૌથી કનિષ્ટ છે.
Jain Educationa International
પ્રશ્ન ૬૮ - આ છ સંઘયણ વાળા કયા દેવલોક સુધી જઈ શકે ?
60
ચાલો, ચેતન ! ચઢીએ સોપાન..! ગુણસ્થાન સ્વરૂપ
For Personal and Private Use Only
www.jainelibrary.org