________________
પ્રશ્ન ૧૪ - કર્મબંધના કારણે કેટલા? ઉત્તર – કર્મબંધના કારણે મુખ્ય ચાર છે વિસ્તારથી પ૭ છે. (પ્રમાદને કષાયમાં અંતર્ગત કરી દેવામાં આવ્યો છે.)
(૧) મિથ્યાત્વ: (પ પ્રકાર) (૩) કષાય : (ઉપ પ્રકાર) (૨) અવિરતિઃ (૧૨ પ્રકાર) (૪) યોગ (૧૫ પ્રકાર) (૧) મિથ્યાત્વ - વિપરીત માન્યતા. (૨) અવિરતિ - પ્રતિજ્ઞાપૂર્વક પાપનો ત્યાગ તે વિરતિ, તેનો અભાવ તે અવિરતિ (૩) કષાય - કમ્ = સંસાર, આય = લાભ જેનાથી સંસારનો લાભ-વૃદ્ધિ થાય તે કષાય. (૪) યોગ - મન - વચન-કાયાની પ્રવૃતિ તે યોગ.
(પ્રમાદ – આત્મજાગૃતિનો અભાવ. આત્માની વિસ્મૃતિ) પ્રશ્ન ૧૫ - ૧૪ ગુણસ્થાનમાં કર્મબંધના ૫ કારણમાંથી કેટલા કારણ હોય? ઉત્તર – ગુણસ્થાન કેટલા કારણ?
કયા ? ૫ કારણ
(મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય, યોગ) ૨, ૪ થે ૪ કારણ
(મિથ્યાત્વ વર્જીને) ૫, ૬ કે ૩ કારણ
(મિથ્યાત્વ, અવ્રત વર્જીને) ૭ થી ૧૦ માં ૨ કારણ
(મિથ્યાત્વ અવ્રત, પ્રમાદ વર્જીને). ૧૧ થી ૧૩ માં ૧ કારણ
(મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય વર્જીને) ૧૪ મે. ૦ કારણ
(એક પણ કારણ નહિ.) પ્રશ્ન ૧૬ - પરિસહ એટલે શું? તેના કેટલા પ્રકાર છે? ઉત્તર – પરિસહ - સંયમ માર્ગથી ચલિત ન થવા, મોક્ષમાર્ગમાં સ્થિર થવા અને કર્મ નિર્જરા માટે સમ્યફ પ્રકારે
સહન કરવું તેને પરિસહ કહેવાય. આ પરિસહમાં કોઈ દેવ, મનુષ્ય, તિર્યંચના અનુકૂળ-પ્રતિકૂળ હુમલા નથી હોતા. પરંતુ જીવનની સ્વાભાવિક પરિસ્થિતિઓમાંથી ઉદ્ભવતા કષ્ટો હોય છે. તે પરિસહ રર છે.
જે આ પ્રમાણે છે : (૧) ક્ષુધા – ભૂખ લાગવી, પણ સાધુ જીવનની મર્યાદા પ્રમાણે આહાર ન મળે ત્યાં સુધી એ ભૂખનું દુખ સમતાથી સહેવું.
(૨) પિપાસા - તરસ લાગે ત્યારે અચેતપાણી ન મળે ત્યાં સુધી તરસ સહન કરવી. (૩) શીત - ઠંડી લાગે છતાં મર્યાદિત વસ્ત્રોથી ચલાવવું. (૪) ઉષ્ણ - ગરમી લાગે છતાં પંખો, છત્રી આદિનો ઉપયોગ ન કરવો. (૫) દંશમશક - ડાંસ-મચ્છર વગેરેની પીડા સહન કરવી. (૯) અચલ - મર્યાદિત વસ્ત્રો રાખવા. (૭) અરતિ – સંયમ પ્રત્યે કયારેક અરતિ - અણગમો થાય તો સમજીને સહન કરવા. (૮) સ્ત્રી – સ્ત્રી આદિને દેખીને વિકાર થવા ન દેવો. (૯) ચર્યા - ઊંચી નીચી જગ્યા, વિહારમાં પડતી તક્લીન્ને સહન કરવી.
સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org