________________
ક્ષપક શ્રેણિનું સ્વરૂપ ક્ષપક શ્રેણિમાં મોહનીય કર્મની પ્રકૃતિનો મૂળથી જ ક્ષય થાય છે. તેથી તેનો પુનઃ ઉદય ક્યારેય થતો નથી. જધન્ય આઠ વર્ષથી અધિક આયુષ્ય વાળા, તથા વજઋષભ નારા સંઘયણવાળા આ શ્રેણિનો પ્રારંભ કરે છે. તેનો ક્રમ આ પ્રમાણે છે. સૌથી પ્રથમ અનંતાનુબંધી કષાયનો એક સાથે ક્ષય કરે ત્યાર પછી ક્રમશઃ મિથ્યાત્વ, મિશ્ર અને સમકિત મોહનીયનો ક્ષય કરે છે. ત્યારપછી અપ્રત્યાખ્યાન-પ્રત્યાખ્યાનાવરણીય કષાયોનો સાથે ક્ષય કરે છે. ત્યારપછી એકેન્દ્રિયાદિ ૧૬ પ્રકૃતિ (ચાર જાતિ, સ્થાવરે, આતાપ, ઉદ્યોત, સૂક્ષ્મ, સાધારણ, થીણધ્ધિ-ત્રિક, નરક ગતિ, નરકાનુપૂર્વી, તિર્યંચ ગતિ, તિર્યંચાનુપૂર્વી)નો ક્ષય કરે છે.
આ રીતે ક્રમ કોષ્ટકમાં બતાવ્યા પ્રમાણે ૧૪૮ પ્રકૃતિનો ક્ષય કરીને સિદ્ધ થાય છે.
૯. અનિવૃત્તિ બાદર (સંપરાય) ગુણસ્થાન- ] પ્રશ્ન ૮૩ - નવમું અનિવૃત્તિ બાદર ગુણસ્થાન કોને કહે છે? ઉત્તર – અનિવૃત્તિ એટલે... ચારિત્ર મોહરૂપ બાદર કષાયથી નિવર્યો નથી અર્થાત્ સંજવલન રૂપ બાદર કષાયનો
- ઉદય છે.
ત્રણેયકાળમાં અનંતાજીવો આ ગુણસ્થાનને સ્પર્શે છે. તે બધા જીવોના પ્રથમાદિ વિવક્ષિત સમયમાં એક સરખી વિશુદ્ધિ હોય છે. અર્થાત્ આ ગુણસ્થાનના પ્રથમ સમયમાં જે જીવો ભૂતકાળમાં હતા, વર્તમાનમાં હોય અને ભવિષ્યમાં હશે તે બધા જીવોનાં પ્રથમ સમયે એકસરખાં જ પરિણામ હોય છે. આ રીતે સર્વ સમયમાં સમજવું.
અહીંયા ઉપશમ શ્રેણિવાળો જીવ સંજવલનના લોભ સિવાય અગિયાર કષાય તથા નવ નોકષાયને ઉપશાંત કરે છે, ત્યારે ક્ષપક શ્રેણિવાળો જીવ ક્ષય કરે છે.
(અનંતાનુબંધી -૪, દર્શનમોહ - ૩ ની ઉપશમના કે ક્ષપણા ૪ થી ૭ ગુણસ્થાન સુધીમાં થઈ ગયેલ છે.) આ ગુણસ્થાનના અંતે લોભ પણ અત્યંત કૃશ બની ગયો હોય છે.
સારાંશ - આ ગુણસ્થાને પ્રથમ સમયથી આરંભી પ્રતિસમય અનંતગુણ વિશુદ્ધ અધ્યવસાય સ્થાનો હોય છે. એક અંતર્મુહૂર્તમાં જેટલા સમયો હોય તેટલાં વિશુદ્ધ અધ્યવસાય સ્થાનો આ ગુણસ્થાન પ્રાપ્ત જીવોનાં હોય છે.
૧૦. સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનપ્રશ્ન ૮૪ - દશમું સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાન કોને કહે છે? ઉત્તર – આ ગુણસ્થાનમાં સૂક્ષ્મ લોભ કષાયનો ઉદય વર્તે છે. તેથી તેને સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાન કહે છે. તે
લોભને ખપાવતાં ખપાવતાં છેલ્લે સમયે પક શ્રેણિવાળો જીવ સૂક્ષ્મ લોભનો સર્વથા ક્ષય કરે છે અને ઉપશમ શ્રેણિવાળો જીવ સૂક્ષ્મ લોભનો સર્વથા ઉપશમ કરે છે. આ રીતે મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિનો
ઉપશમ અને ક્ષય થતાં જીવ અગિયારમાં અથવા બારમાં ગુણસ્થાનમાં જાય છે. સારાંશ - ઉપશમ શ્રેણિ પ્રાપ્ત જીવ અગિયારમે ગુણસ્થાને જાય છે. અને ક્ષપક શ્રેણિવાળો જીવ સીધો દશમાં ગુણસ્થાનથી બારમાં ગુણસ્થાને જાય છે.
સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org