________________
તિરછલોક - જ્યોતિષી દેવોનું વર્ણન | પ્રશ્ન ૧૯ - જ્યોતિષી દેવો કેટલાં પ્રકારના કહ્યાં છે? ઉત્તર - જ્યોતિષી દેવો મુખ્ય પાંચ પ્રકારના છે.
(૧) ચંદ્ર (૨) સૂર્ય (૩) ગ્રહ (૪) નક્ષત્ર (પ) તારા. સૂર્ય - ચંદ્ર તે બે જ્યોતિષી દેવોના ઈન્દ્ર છે. ગ્રહ - ૮૮ છે. બુધ - શુક્ર – બૃહસ્પતિ – મંગલ – શનૈશ્ચર અને કેતુ ઈત્યાદિ ૮૮ ગ્રહના નામ શાસ્ત્રમાં બતાવ્યાં છે. નક્ષત્ર - ૨૮ છે. તે આ પ્રમાણે - (૧) અભિજિત્ (ર) શ્રવણ (૩) ધનિષ્ઠ (૪) શતભિષફ (પ) પૂર્વાભાદ્રપદ (૬) ઉત્તરા ભાદ્રપદ (૭) રેવતી (૮) અશ્વિની (૯) ભરણી (૧૦) કૃત્તિકા (૧૧) રોહિણી (૧૨) મૃગશીર્ષ (૧૩) આદ્રા (૧૪) પુનર્વસુ (૧૫) પુષ્ય (૧૩) અશ્લેષા (૧૭) મઘા (૧૮) પૂર્વાફાલ્ગની (૧૯) ઉત્તરાફાલ્ગની (૨૦) હસ્ત (ર૧) ચિત્રા
(રર) સ્વાતિ (૨૩) વિશાખા (૨૪) અનુરાધા (રપ) જ્યેષ્ઠ (૬) મૂલ (૨૭) પૂર્વાષાઢા (૨૮) ઉત્તરાષાઢા. પ્રશ્ન ૨૦ - જ્યોતિષી દેવોનાં સ્થાન ક્યાં છે? ઉત્તર - આપણી રત્નપ્રભા પૃથ્વીનાં અતિસમ ભૂમિભાગથી ૭૯૦યોજન ઉપર જવા પર ૧૧૦ યોજનનાં વિસ્તૃત
ક્ષેત્રમાં જ્યોતિષી દેવોનાં અસંખ્ય સ્થાન છે. તેમાં તિર્ધો સંપૂર્ણ એક રાજુમાં જ્યોતિષી દેવોનાં અસંખ્ય
લાખ વિમાનવાસ છે. તેમાં જ્યોતિષી દેવો રહે છે. પ્રશ્ન ૨૧ - જ્યોતિષી દેવોનાં વિમાન કેવાં હોય છે? ઉત્તર - તે વિમાન અર્ધકોઠાનાં આકારનાં છે. (તે આપણને દૂરથી ગોળાકારે જ દેખાય છે) બધાં સ્ફટિકરત્નનાં
બનેલાં છે. વિવિધ મણી-કનક રત્નોની રચનાથી ચિત્ર-વિચિત્ર છે. વાયુથી ઉડતી વિજય વૈજયન્તી પતાકાઓ તથા છત્રાતિછત્રોથી સુશોભિત છે. તે અંદર અને બહાર ચીકણાં છે. સુખદ સ્પર્શવાળા અને
દર્શનીય શોભનીક છે. પ્રશ્ન રર - વિમાનોમાં કયાં જ્યોતિષી દેવો રહે છે? ઉત્તર - વિમાનોમાં અનેક જ્યોતિષી દેવો રહે છે. જેમકે બૃહસ્પતિ - ચંદ્ર - સૂર્ય - શુક્ર- શનૈશ્ચર - રાહુ - ધૂમકેતુ
- બુધ – અંગારક (મંગલા) વગેરે તે બધાં તપ્ત સુવર્ણ જેવા લાલ વર્ણવાળાં છે. તે સિવાય ૨૮ નક્ષત્રોમાં દેવો તથા પાંચવર્ણવાળાં અનેક તારાઓ છે. તે પ્રત્યેક પોત પોતાનાં મંડલમાં નિરંતર ગતિ કરે છે. પ્રત્યેક દેવનાં મુકુટમાં સ્પષ્ટ નામાંકિત ચિહ્ન છે. તેનાથી તેની પીછણ થાય છે. જેમકે સૂર્યનાં મુકુટમાં સૂર્યમંડલનું ચિહ્ન હોય છે. ચંદ્રમાનાં મુકુટમાં ચંદ્રમંડલનું ચિહ્ન હોય છે. તેમ ભિન્ન ભિન્ન ગ્રહ - નક્ષત્ર
- તારા તથા પ્રકીર્ણક દેવોનાં મુકુટોમાં પણ તેનાં તેનાં મંડલનું ચિહ્ન હોય છે. પ્રશ્ન ૨૩ - એક ચંદ્રનો પરિવાર કેટલો છે? ઉત્તર - એક ચંદ્રનો પરિવાર ૮૮ ગ્રહ, ૨૮ નક્ષત્ર, ૭૫ ક્રોડાકોડ તારા છે. પ્રશ્ન ૨૪ - મનુષ્યલોકમાં કેટલાં ચંદ્ર - સૂર્ય - ગ્રહ - નક્ષત્ર - તારાઓ પરિભ્રમણ કરે છે? ઉત્તર - મનુષ્યલોકનાં જંબુદ્વીપ આદિ ક્ષેત્રોમાં કોષ્ટકમાં દર્શાવ્યા પ્રમાણે ચંદ્ર વગેરે હોય છે.
સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨
Jain Educationa Intemational
For Personal and Private Use Only
www.jainelibrary.org