________________
પ્રશ્ન ૬ - લવણ સમુદ્રમાં ચૌદશ-આઠમ અમાસ અને પૂનમમાં ભરતી અને ઓટ શા માટે થાય છે? ઉત્તર . - લવણ સમુદ્રમાં પાતાળ કળશા છે તે કારણે ભરતી-ઓટ થાય છે.
આસપાસ સર્વ બાજુએ ૯૫∞ યોજન દૂર રહેલો અને ૧૬૦૦ યોજન ઊંચો જળનો કોટ-ગઢ સ્ક્લિો બાંધેલો હોય તેવું છે. વળી નીચેની ઊંડાઈ ૧૦0 યોજન ગણીએ તો એ શિખા (જળનો કોટ) સમુદ્રનાં તળિયાથી ૧૭૦૦ યોજન ઊંચી ગણાય અને મૂળમાં (ભૂમિતળે) ૧૦૦ યોજન પહોળી છે. તેવી જ સોળહજાર ઊંચાઈની ઉપર પણ તેટલી જ ૧00 યોજન પહોળી છે.
પ્રશ્ન ૭ - પાતાળ કળશાનું પ્રમાણ શું છે ?
ઉત્તર - લવણસમુદ્રમાં ૫૫ હજાર યોજન જવા ઉપર પૂર્વ-પશ્ચિમ-ઉત્તર દક્ષિણ ચારે દિશામાં એક એક એમ ચાર મોટાં પાતાળ કળશા રહેલાં છે. તે પ્રત્યેક પાતાળ કળશા લાખ જોજન ઊંડા છે. તથા મૂળમાં નીચે અને ઉપર-મુખમાં ૧૦,૦૦૦ યોજન પહોળા છે. વચ્ચે વધતાં વધતાં લાખ યોજન પહોળા છે. તે બધાં વજ્રમય માટીના છે. તેની ઠીકરી યાને દિવાલ ૧૦૦ યોજનની જાડી છે. તેના નામ (૧) વડવામુખ (૨) કેયૂપ (૩) યૂપ (૪) ઈશ્વર.
પ્રશ્ન ૮ - પાતાળ કળશામાં શું ભરેલ છે ?
ઉત્તર - પાતાળ કળશામાં ત્રણ વિભાગ છે. ચારેય પાતાળ કળશા એકલાખ યોજનના ઊંડા હોવાથી તેનો ત્રીજો
ઉત્તર
-
આ જલવૃદ્ધિને અટકાવવા માટે નાગકુમા૨ જાતિના ૧,૭૪,૦૦૦ દેવો મોટા કડા વડે તે પાણીને દબાવ્યા (Press) કરે છે. તેમાં ૪૨૦ નાગકુમાર દેવો શિખાની આવ્યંતર બાજુએ એટલે જંબુદ્રીપ તરફ ભીત્તિ ભાગે વધતી વેલને (મધ્યવેલને) અટકાવે છે. ર00 નાગકુમાર દેવો શિખાની ઉપર વધતી વેલને અટકાવે છે. ૭ર૦ નાગકુમા૨ દેવો બહારના ભાગમાં વધતી વેલને અટકાવે છે. આ રીતે શિખાની ત્રણેય બાજુએ થતી જલ વૃદ્ધિ (વેલ)ને અટકાવવા માટે નિયુક્ત થયેલા દેવોની સંખ્યા (એક્લાખ ચુમોતર હજાર) ૧,૭૪૦૦ છે. તેના અધિપતિ ચાર વેલંધર અને ચાર અનુવેલંધર દેવો છે. પ્રશ્ન ૯ - લવણ સમુદ્રમાં કેટલા પાતાળ કળશા છે ? બીજા નાના પાતાળ કળશા કેટલા છે? તથા બીજા સમુદ્રમાં
પાતાળ કળશા છે કે નહિ ?
ભાગ ૩૩૩૩૩-૧/૩ યોજન થાય છે. તેમાં નીચેના ત્રીજા ભાગમાં વાયુ, મધ્યના ૧/૩ ભાગમાં વાયુ-પાણી, તથા ઉપરના ૧/૩ ભાગમાં માત્ર પાણી છે. હવે નીચેના ભાગમાં વાયુકાય રહેલો હોવાથી વાયુના સ્વભાવ મુજબ કુદરતી રીતે જ તેમાં તે વાયુ અત્યંત ક્ષોભ પામે છે. ક્ષોભ પામે એટલે તે ઊંચે ઉછળે છે. નીચેથી ઉછળતો ઉછળતો ઉપરના ભાગમાં રહેલા જળને અને પરંપરાએ કળશના ઉપરના જળને ઉછળે છે. જેથી સમુદ્રમાં જે ૧0 યોજનની શિખારૂપે રહેલું જળ હતું તે પણ શિખાના અંતથી ઉપર બે ગાઉ સુધી વૃદ્ધિ પામે છે. તેના પરિણામે લવણ સમુદ્રનાં દરેક વિભાગમાં મોજાઓ સાથે પાણી આગળ વધે છે. તેને ભરતી કહેવાય છે. અને તે કળશનો વાયુ જ્યારે શાંત થાય છે ત્યારે ક્રમશઃ દૂર ગયેલું તે પાણી સ્વસ્થાન ઉપર આવી જાય છે.
100
આ જલવૃદ્ધિ પ્રત્યેક દિવસમાં બે વાર થાય છે અને અષ્ટમી-ચતુદર્શી, પૂર્ણિમા વગેરે દિવસોમાં તે વાયુ સ્વભાવિક રીતે અત્યંત ક્ષોભ પામે છે તેથી તે દિવસે પાણીમાં ભરતી વધારે આવે છે.
લવણ સમુદ્ર સિવાય બીજા સમુદ્રોમાં પાતાળ કળશા નથી તેથી તે સમુદ્રોમાં ભરતી ઓટ પણ થતા નથી. લવણ સમુદ્રમાં મોટા પાતાળ કળશા સિવાય નાના નાના અનેક કળશા છે. તે સર્વ ૧૦૦ યોજન ઊંડા નીચે અને ઉપર ૧૦૦ યોજન પહોળા છે અને મધ્યમાં ૧૦૦ યોજન પહોળા છે.
અઢીદ્વીપની ઐશ્વર્યતા...!
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org