________________
ઉત્તર - હૈમવત ક્ષેત્રની સમાન જ તેનું પરિમાણ વગેરે જાણવું.
પ્રશ્ન ૫૯ - આ ક્ષેત્રનું નામ હૈરણ્યવત' શા માટે કહેવામાં આવે છે ?
ઉત્તર - તે ક્ષેત્ર કિમ અને શિખરી પર્વતથી બંને બાજુથી જોડાયેલ છે. અને હંમેશા હિરણ્ય (રૂપું) પ્રદાન કરે છે. નિત્ય હિરણ્ય જેવું પ્રકાશિત રહે છે. તથા ‘ખૈરણ્યવત’ નામના દેવ નિવાસ કરે છે. તેથી તેને હૈરણ્યવત કહેવાય છે.
પ્રશ્ન ૬૦ - આ જંબુદ્રીપમાં હરિવર્ષ નામનું ક્ષેત્ર ક્યાં રહેલ છે ?
ઉત્તર -
-
આ જંબુદ્રીપમાં દરવર્ષ નામનું ક્ષેત્ર નિષધ-પર્વતની દક્ષિણમાં અને મહાહિમવંત પર્વતની ઉત્તરમાં અર્થાત્ આ બંને પર્વતની વચ્ચે રિવર્ષ ક્ષેત્ર રહેલ છે. પૂર્વ-પશ્ચિમ લવણ સમુદ્રથી સૃષ્ટ છે. પ્રશ્ન ૧ - હરિવર્ષ ક્ષેત્રના પરિમાણ તથા આકારભાવ શું છે ?
ઉત્તર - હરિવર્ષ ક્ષેત્રનું પરિમાણ પૂર્વ-પશ્ચિમ લાંબુ છે. ઉત્તર-દક્ષિણ પહોળું છે પર્યંક - (પલંગ)નાં આકારે છે. તેની પહોળાઈ ૮૪૨૧–૧/૧૯ જોજનની છે. તેનો ભૂમિભાગ અત્યંત સમ અને રમણીય છે. ભરત ક્ષેત્રનાં અવસર્પિણીના બીજા આરા (સુષમકાલ) જેવાં તેના ભાવ સમજવા.
પ્રશ્ન ૬ર - આ ક્ષેત્રને હરિવર્ષ શા માટે કહેલ છે ? તથા અહીંના મનુષ્ય કેવા વર્ણવાળા છે ? ઉત્તર - હરિવર્ષમાં કોઈ મનુષ્ય અસ્ત્ર (ઉગતા સૂર્ય જેવા) વર્ણવાળા અને કાંતિવાળા છે. કોઈ મનુષ્ય શંખના ખંડ સમાન શ્વેતવર્ણવાળા છે. અહીં ‘દરવર્ષ’ નામના દેવનો નિવાસ છે તેથી આ ક્ષેત્રને હરવર્ષ કહેલ છે.
પ્રશ્ન ૬૩ - આ જંબુદ્રીપમાં રમ્યવર્ષ ક્ષેત્ર ક્યાં રહેલ છે ?
ઉત્તર - નીલવંત પર્વતની ઉત્તરમાં, કેમ પર્વતની દક્ષિણમાં, આ બંને પર્વતની વચ્ચે રમ્યવર્ષ રહેલ છે. તેનું બધું જ વર્ણન હરિવર્ષ સમાન જાણવું.
પ્રશ્ન ૬૪ - તેનું નામ રમ્યવર્ષ શા માટે કહેલ છે ?
ઉત્તર - રમ્યવર્ષ ક્ષેત્ર અત્યંત રમણીય છે તથા રમ્યક્ નામનાં દેવનો ત્યાં નિવાસ છે. તેથી તેને રમ્યવર્ષ કહેલ છે.
પ્રશ્ન ૬૫ - જંબુદ્રીપમાં દેવકુરુ નામનું ક્ષેત્ર ક્યાં છે ?
ઉત્તર - જંબુદ્રીપમાં મેરુપર્વતથી દક્ષિણમાં, નિષધ પર્વતથી ઉત્તરમાં, વિદ્યુતપ્રભ વક્ષસ્કાર પર્વતથી પૂર્વમાં અને સોમનસ વક્ષસ્કા૨ પર્વતથી પશ્ચિમમાં મહાવિદેહક્ષેત્રમાં દેવકુરુ નામનું ક્ષેત્ર આવેલ છે.
પ્રશ્ન ઃ - દેવકુરુના આકાર - ભાવ - પરિમાણ શું છે ?
ઉત્તર - દેવકુરુ તે પૂર્વ-પશ્ચિમ લાંબુ, ઉત્તર-દક્ષિણ પહોળું અર્ધચંદ્ર સંસ્થાન યુક્ત છે. ૧૧૮૪૨-૨/૧૯ યોજન તેની પહોળાઈ છે. તેનો ભૂમિભાગ અતિ રમણીય છે.
પ્રશ્ન ૬૭ - દેવકુરુમાં કેવા પ્રકારનાં મનુષ્યો હોય છે ? ઉત્તર - દેવકુરુમાં છ પ્રકારના મનુષ્યો હોય છે.
-
(૧) પદ્મગંધ - કમળસમાન ગંધવાળા (૨) મૃગગંધ - કસ્તુરીમૃગ સમાન ગંધવાળા (૩) અમમ – મમતારહિત (૪) સહ – સહનશીલ (૫) તેતલી - તેજસ્તલીન (૬) શનૈશ્ચારી – ધીમે ધીમે ચાલનારા. પ્રશ્ન ૬૮ - આ ક્ષેત્રને દેવકુરુ શા માટે કહેવામાં આવે છે ? ઉત્તર - અહીંયા દેવકુ’નામના દેવનો નિવાસ છે. અથવા દેવકુરુ નામ ક્ષેત્ર શાશ્વત છે તેથી આ ક્ષેત્ર ને દેવકુરુ
કહેવામાં આવે છે.
સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨
Jain Educationa International
For Personal and Private Use Only
91
www.jainelibrary.org