________________
પ્રશ્ન ૪૬ - બત્રીશ વિજયોના નામ શું છે? અને હાલમાં કઈ કઈ વિજયોમાં તીર્થંકર બિરાજે છે?
બત્રીશ વિજયોના નામ ઉત્તર દિશાવર્તી દક્ષિણ દિશાવર્તી
દક્ષિણ દિશાવર્તી
ઉત્તર દિશાવર્તી ૧ કચ્છ ૯ વત્સ ૧૭ પદ્મ
૨૫ વD ૨ સુકચ્છ ૧૦ સુવત્સ
૧૮ સુપમ ૩ મહાકચ્છ ૧૧ મહાવત્સ ૧૯ મહાપદ્મ
૨૭ મહાવ, ૪ કગાવતી ૧ર વત્સાવતી ૨૦ પદ્મગાવતી
૨૮ વરાવતી ૫ આવર્તી ૧૩ રમ્ય ૨૧ શંખ
૨૯ વર્લ્સ ૬ મંગલાવર્ત ૧૪ રમ્યફ રર કુમુદ
૩) સુવલ્લુ ૭ પુષ્કલાવર્ત ૧૫ રમણિક
૨૩ નલિન
૩૧ ગંધિલ ૮ પુષ્કલાવતી ૧૬ મંગલાવતી
૨૪ નલિનાવતી
૩ર ગંધિલાવતી ઉપર કોષ્ટકમાં ૩ર વિજયોનાં નામ છે.
તેમાં ૮ મી પુષ્કલાવતી વિજયમાં શ્રી સીમંધરસ્વામી, ૯ મી વત્સ વિજયમાં શ્રી યુગમંધર સ્વામી, ૨૪ મી નલિનાવતી વિજયમાં શ્રી બાહુસ્વામી, રપ મી વપ્ર વિજયમાં શ્રી સુબાહુસ્વામી બિરાજે છે. પ્રશ્ન ૪૭ - હાલમાં ૨૦ વિહરમાન તીર્થકરોનો જન્મ નિર્વાણ વગેરે ક્યારે થયા? એક તીર્થંકરની પાછળ કેટલા તીર્થકરોનો જન્મ થઈ ગયો હોય ? ઉત્તર - આ ૨૦ વિહરમાન તીર્થકરોની વિગત નીચે મુજબ છે.
ભરતક્ષેત્રમાં ૧૭માં કુંથુનાથ ભગવાન અને ૧૮માં અરનાથ ભગવાનની વચ્ચેના આંતરામાં અઢીદ્વિીપમાં માવિદેહક્ષેત્રમાં ર૦ તીર્થકરોનો જન્મ થયો છે. અને ૨૦ માં મુનિસુવ્રત તથા ર૧ માં નમિનાથની વચ્ચેના આંતરામાં એકસમયે ૨૦ તીર્થકરોએ દીક્ષા લીધી. ૧ મહિના સુધી છમસ્થ અવસ્થામાં રહી કેવળજ્ઞાન પામ્યા. અને આવતી ચોવીશીમાં સાતમા અને આઠમા તીર્થંકરના આંતરામાં એક સાથે ૨૦ તીર્થકર મોક્ષમાં પધારશે.
આ તીર્થંકરો (૨૦ વિહરમાન)નું આયુષ્ય ૮૪ લાખ પૂર્વનું છે. ૮૩ લાખ પૂર્વ સંસાર અવસ્થામાં, ૧ લાખ પૂર્વનો સંયમપર્યાય, ૧ મહિનો છદ્મસ્થ અવસ્થા, પ0 ધનુષની અવગાહના, સર્વને ૮૪-૮૪ ગણધર, દરેકના દશ દશ લાખ કેવલી, કુલ બે ક્રોડ કેવળી કુલ બે હજાર ક્રોડ સાધુ-સાધ્વીનો પરિવાર હોય છે.
મહાવિદેહક્ષેત્રમાં વિહરમાન એક તીર્થકર જ્યારે તીર્થંકરપણે વિચારી રહ્યા હોય ત્યારે તેની પાછળ ૮૩ તીર્થકરો સંસારાવસ્થામાં જન્મી ચૂકેલા હોય છે તે ૮૩ માંથી એક ૮૩ લાખ પૂર્વના, એક ૮ર લાખ પૂર્વના યાવત્ એક એક લાખ પૂર્વના હોય આમ એક તીર્થંકરની પાછળ ૮૩ તીર્થકર હોય તો ૨૦ તીર્થંકર પાછળ ૮૩/૨૦ = ૧% + ર૦ વિહરમાન કુલ જધન્ય તીર્થકર ૧૬૮૦ થયા અને ઉત્કૃષ્ટ તીર્થકર ૧% હોય ત્યારે ૧૬૦ X ૮૩ = ૧૩૨૮૦ થાય ૧૩ર૮૦ + ૧૦ મહાવિદેહ ક્ષેત્રના વિહરમાન તીર્થકર + ૫ ભરતક્ષેત્રના + ૫ ઐરાવતના = કુલ ૧૪૫૦ તીર્થંકર ત્કૃિષ્ટ કાળે અઢીદ્વીપમાં હોય. પ્રશ્ન ૪૮ - આ જંબુદ્વીપમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ કેટલા તીર્થકરો સમકાળે હોય છે? ઉત્તર - આ જંબુદ્વીપમાં જધન્યથી ચાર તીર્થકર અને ઉત્કૃષ્ટથી ચોત્રીશ તીર્થંકરો સમકાળે હોય છે. જ્યારે
ભરત-ઐરવતમાં તીર્થકર બિરાજમાન ન હોય અને મહાવિદેહમાં પણ સર્વ વિજયોમાં તીર્થકર ન હોય તો પણ ૪ વિજયમાં તો અવશ્ય તીર્થકર હોય જ તેથી જધન્યથી ચાર અને જંબુદ્વીપની ૩ર વિજય તથા ભરત-ઐરાવતના એક-એક મળી ઉત્કૃષ્ટથી ૩૪ તીર્થકર સમકાળે જંબૂદ્વીપમાં હોય છે. સચિત્ર જૈન તત્ત્વદર્શન ભાગ - ૨
| (89)
હ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
Jain Educationa Interational
For Personal and Private Use Only
www.jainelibrary.org