SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ નારદ એટલે જંગમ વિદ્યાપીઠ; અને તે પણ સ્વર્ગ નરક અને પાતાળ એ ત્રિભુવનનું જ્ઞાન આપનાર વિદ્યાપીઠ. એના હાથમાં વાઘ અને મુખમાં પ્રભુનુંનામ તે પાછું ગૂંજતું જ હોય. તેઓ આબાલવૃદ્ધ સૌના અટપટા પ્રશ્નોના ઊકેલ આપે. ભગવાનના શ્રીમુખની વાતો સંભળાવે અને આગાહીઓ કહી ચેતવી આપે. ભક્તોના પ્રતિનિધિ તરીકે ભગવાન આગળ ફરિયાદો પહોંચાડે અને ભગવાન પાસે પણ પિતાનું ધાર્યું કરાવવા તેમને ફરજ પાડે. આવા શક્તિશાળી છતાં નમ્ર, લોકસંગ્રહી છતાં પ્રસન્ન અને નિલેપ નારદજીની જીવનલીલા ઘણું ઘણું પ્રેરણું આપી જાય છે. કુમ જ્યોતિ ઈશ્વરના પૌરાણિક અવતારમાં કૂર્મનું પણ સ્થાન છે. કાચબો પિતાની પીઠ પર પૃથ્વીને ધારણ કરી સેવા આપી રહ્યાને ઉલેખ લેકમુખે જાણીતું છે. કાચબાની ઉપમા જૈનશાસ્ત્ર અને ગીતામાં આવે છે. કાચબાની પીઠ ખૂબ મજબૂત હોય છે અને અંગ કેમળ હોય છે. કોમળ અંગને પ્રસંગ આવ્યું તે તુરત સંકેરીને પીઠ નીચે લઈ લે છે અને અનેક ભયોથી ઊગરી જાય છે. સાધક માત્ર માટે આ કાચબાના જીવનમાંથી મળતો ઉપદેશ ભારે આશાજનક છે. અન્યાયની સામે લડવું, ન્યાયને સાથ આપવો તેમાં જ ઈશ્વરત્વની પૂર્ણાહુતિ નથી પણ કંઈક ને કંઈક ઉપકારનું કે જગતને આદર્શ પૂરા પાડવાનું કામ કરવું તેમાં પણ ઈશ્વરત્વ છે એ પણ એમાંથી જણાઈ રહે છે. કર્ણાવતારમાંથી માનવી એટલો બોધ લે કે કાચબો એ પણ એક ભગવા-- નનો અંશાવતાર છે, તેમાં પણ ભાગવત તવ હોઈ શકે છે, તે શંકર પાસે નિવાસ પામી શકે છે અને પૃથ્વીને પણ ઉપકારક થઈ શકે છે. કાચબો એ ફેકી દેવા જેવું કે ખાઈ જવા જેવું પ્રાણી નથી, તેના પ્રત્યે પણ આપણે સહાનુભૂતિભયું વલણ રાખવું જોઈએ. જૈન સૂત્રમાં પણ દેડકા જેવા પ્રાણીને સુદ્ધાં આત્મજ્ઞાન થયાની વાત આવે છે. “સર્વભૂત હિતે રત” ની ભાવનાને આવી રીતે જ ખીલવી શકાય. વિ. તા. ૧૬-૫-૧૯૪૭ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005341
Book TitleParv Mahima
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1989
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy