SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ go તો મેં સાળ પણ નહાતી જોઈ. એમને આજે ૭૨ પૂરાં થયાં ત્યારે ૩૯ વના તે। હશે જ તે ? એમનુ બાળપણ કેવું હતું, તે તમે! જાણેા જ છે. મિષ્ઠ પૂતળીબાઈના એ પુત્રમાં માતાના સંસ્કાર અને ન્યાયી પિતા કરમચંદભાઈના ન્યાયના સંસ્કાર એમને વારસમાં મળ્યા હતા. ઘણા ખાડાટેકામાંથી એ બાળપણુ વિતાવી માંડમાંડ ભણ્યા. વિલાયત જઈ બેરિસ્ટરી પાસ કરી. આફ્રિકામાં એરિસ્ટર થઈને ગયા. પણ ત્યાં તે ખીજી એરિસ્ટરી જ એમને ફાળે આવી. બસ, એ હિંદીઓની અપમાનિત દશા બદલતાં લાગેલા ફટકાએ એમના જીવનનું પરિવતન કરી નાખ્યું. ત્યાં એમણે સત્યાગ્રહ આદર્યાં. અને આજે પણ એ જ ચાલુ છે. એમના અહિંસા અને સત્યના અખતરાઓ નિર ંતર ચાલ્યા જ કરે છે. ઠેઠ આર્થિક, આહારસંબંધી, ભાષા સંબંધી અને સામાજિક ક્ષેત્રથી માંડીને રાષ્ટ્રીય ક્ષેત્ર લગી તેએ એ પ્રયાગ કરતા પહેોંચી ગયા છે. ન્યૂટને એક સફરજનના પડવા પરથી ગુરુત્વાકર્ષણના નિયમને પ્રાયોગિક ક્ષેત્રમાં આણી નામના મેળવી. ગાંધીજીએ અહિંસા જો ધાર્મિક ક્ષેત્રે સફળ છે તા રાજકીય ક્ષેત્રે કાં નહિ ? એ વિચારે પ્રયોગ આદર્યાં. લાકોએ ઠેકડીએ કરી. શુ` કાવાદાવા, જૂઠ કે હિંસા વિના રાજતંત્ર ચાલે કે ? આમ પ્રશ્ન કરનારા આજે થાકયા છે અને થાકશે જ એવા ગાંધીજીને વિશ્વાસ છે. ડનમાં અંગ્રેજ જુવાનાએ કરેલાં અપમાન અને તાડન, મીર આલમ નામના પઠાણુ ભાઈએ દ. આ.માં મારેલો સખત માર આવા આવા દુ:ખદ સોગામાં પણ એમણે જાળવી રાખેલી અપ્રતિકારક ક્ષમા, એમની અહિંસાપ્રીતિના પુરાવાઓ છે. પણ આજે વિશ્વમાં માનવસંહારક યુદ્ધ ચાલી રહ્યું છે. તેનું શું ? ગાંધીજીને મન હિંદની મુક્તિ ઉપર એ બધા પ્રશ્નોના ઉકેલ લાગે છે. અને હિંદની મુક્તિને ઉકેલ સમાજવાદ ઉપર છે. પણ સમાજવાથી કાઈ ન ચેાંકે ! ગાંધીજીને સમાજવાદ એટલે ગ્રામેાદ્યોગનું પુનર્જીવન અને એમાં ખાદી એમને મન મુખ્ય છે. તેમને પ્રયાગ સિવાય ગમતુ` નથી. તેમના પ્રયોગો પાછળ ભરચક વફાદારી અને તટસ્થપણુ હાય છે. તેથી તે પ્રવૃત્તિએને વેગ પણ આપી શકે છે, તેમ બ્રેક પણ મારી શકે છે. અને તેથી જ તે તે મહાસભાના અજોડ સુકાની તરીકે ગૌરવવ ંતુ સ્થાન દીપાવી રહ્યા છે. અને છતાંય નમ્ર છે. ખાદીમાં આસક્ત છે. ખાદીશાસ્ત્ર એટલુ` છણાયું છે કે અનહદ ! છતાં અનેક દૃષ્ટિએ ઋણુાય એ યેાગ્ય જ છે. અમારા પ. પૂ. ગુરુદેવે જૈન જનતામાં જ્યાં તેઓ ગયા ત્યાં ભારે પ્રયાસ કરી ખાદીપ્રગતિ સાધી છે. તેએ કહે છે, અહિંસાની Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005341
Book TitleParv Mahima
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1989
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy