SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ આ રીતે તેઓ વ્રજમાં નંદ યશોદાને ત્યાં ઘેર મુકાય છે. દેવકી જેવાં માતાજી કેવાં દુઃખી થયાં હશે, તેમનું માતૃહૃદય કેટલું ઘવાયું હશે, કંસ તે નિમિત્તમાગ છે. દેવકીના બાળકને જોવાનું સુખ અને સૌભાગ્ય, દેવકીજીને બદલે યશોદાને મળ્યું. એમ એ વ્રજમાં ઉછરે છે. ત્યાં પર્વતની હવા, ચારે બાજુ લીલાંછમ ખેતરે અને જમીનો, ખળખળ વહેતાં ઝરણાં અને ગાયનાં જુથ વગેરેમાં તે ખડતલ બને છે. એ શિશુ જરા મોટે થાય છે તેમ તેમ ગોવાળ સાથે રમવા જાય છે. ઉઘાડે ડીલે ! એને શરદી શી ? જનની જણજે ભક્તજન કાં દાતા કાં શૂર આ રીતે એ ભારતવર્ષનું સંતાન એટલે “નિર્ભયતાની મૂર્તિ વીરતાની પ્રતિમા. એવું એનું જીવન બંધ આપે છે. કારણ કે તેમને માખણ ખાવું તે સહજ વાત હતી, પીડે મોંમાં મૂકતા હતા. દૂધ, છાસ, મલાઈ અને માખણથી શરીર સુદઢ બને તેમાં નવાઈ શી ? વ્રજવાસીઓ એમને દૂધ માખણું વગેરે ખવડાવે છે. આવી રીતે નંદને ત્યાં એ દુલારે મોટે થાય છે. તે છાનોમાનો ગોપીઓને ત્યાંનાં દૂધ માખણ ખાઈને હેરાન કરે છે. ગોપીઓ યશોદા પાસે ફરિયાદ માટે જાય છે. ગોપીઓ પણ પ્રેમપાન કરે છે, કરાવે છે ત્યાં તેઓ કુદરતી જીવન ઉપર જીવે છે. મહંત થાય એવી એમની જીવનચર્ચા તો રાજા થયા ત્યારે પણ હતી. શરીરનો બાંધે વ્રજમાં ઘડાયો હતો. ક્યાં એ વ્રજની હાથિણી જેવી ગાય! હિંદુસ્તાનમાં કરેડે ગાય હતી. પણ હાલ બહુ જ થોડી છે. એવી ગાયો તે રાજ થયા પછી બ્રાહ્મણને હજારે દાનમાં આપતા. હાલ ભેંસ બહુ નજરે પડે છે. પણ ગાયની શી દશા થાય છે એ કેણ જુએ છે ? પહેલાંના જેવું ગામોનું સ્થાન અત્યારે ક્યાં છે ? જેને સત્રો ઉપાસક દશાંગસૂત્ર માંહેલા શ્રાવકને ગોકુળમાં તે વખતે. ૨૦, ૩૦, ૩૫ કે ૪૦ હજાર ગાય હતી. બીજા પણ દરેકને ઘેર એક કે તેથી વધારે ગાય તો જરૂર હતી. હવે ધીરે ધીરે એ સ્થિતિ બદલાઈ ગઈ છે. હાલ ગાય દુર્લભ થઈ ગઈ છે. શ્રી કૃષ્ણજી, માખણચોર કહેવાય છે, ગેવિંદ, ગોપાળ કહેવાય છે પણ એમને ભજનારા ગાયનું લક્ષ જ ભૂલી ગયા છે. ગાયને પૂજ્ય માને છે, પણ એ પૂજ્યની દશા શી છે એને ખ્યાલ એ ભાગ્યે જ કરે છે. વનસ્પત્યાહારી માટે ગાય એ તો અમરવેલ છે, તેમનાં દૂધ, દહીં, છાસ મલાઈથી પૌષ્ઠિક ત અને સાત્વિક ભાવના મળે છે. હિંદના વડવાઓએ ગાયમાતાને કેલ આપેલો કે “અમને તું પિષ, અમે તને પિવીશું. તું પૂજ્ય છે.” Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005341
Book TitleParv Mahima
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1989
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy