________________
પ્રેમની ઝાલરી પવ-મહિમા : એ મુનિશ્રીની પ્રેમની ઝાલરી છે. માનવ જાતની એકતામાં, તેની સેવામાં જે જે સાંસ્કૃતિક પરિબળે તેમને ઉપયોગી લાગ્યાં તેમાંનાં ભાગ્યે જ કોઈને તેમણે અવગણ્યાં હશે. તીર્થો, મંદિરો, ઉત્સ, ભજનમંડળીઓ, જ્ઞાતીય સંમેલને, લોકમેળા, પર્વે વગેરે–આ બધાંને સંસ્કાર્યા, તેનું પૂરું મહત્વ સમજાવીને સંસ્કાર્યા. આમાંથી પ કે તહેવારે અંગેનું એક નાનકડું છતાં રૂપકડું ચિત્ર અહીં આપણને જોવા મળે છે.
અહીં બધા તહેવારોની વિગતો મળતી નથી. શક્ય તેટલી તેમના સાહિત્યમાંથી શેધીને મૂકી છે. પરંતુ આટલા ઉપરથી પણ આપણે આ સાંસ્કૃતિક વારસે ઊજવીને કેમ જાળવે એને સંકેત મળી રહે છે.
- જે પ્રેમ અને ભક્તિભાવથી તેઓ મહાવીર અને બુદ્ધને મરે છે એ જ પ્રેમ અને ભક્તિથી તેઓ પયગંબર સાહેબ, ઈશુ ખ્રિસ્ત કે ગાંધીજીને પણ સ્મરી શકે છે. કારણ કે તેઓ જેટલા ધર્મપ્રેમી છે તેટલા જ પ્રેમધર્મી પણ છે, સર્વધર્મપ્રેમી છે. આ વાત તેમના એક શ્રદ્ધાળુ સમિત્રને સમજાતી નથી. તેથી તેઓ એક વખત પૂછે છે :
“આપની પ્રાર્થનામાં આપે મહાવીરની સાથોસાથ શ્રીકૃષ્ણ જ નહીં, ખુદ હજરત મહંમદ જેવા પુરુષને પણ એક હરોળમાં બેસાડી દીધા છે. અને જ્યાં જ્યાં એમનાં નામ આવે છે,
ત્યાં ત્યાં માથું પણ નમાવો છે, એ વાત કંઈ ગળે ઊતરતી નથી.” મહારાજશ્રી તેમને સમજાવે છે.
“જૈનધર્મ વૈદિક ધર્મ ઉપર ઊભે છે અને વૈદિક ધર્મ માનવતા ઉપર ઊભે છે. વેદિક અને જૈન વચ્ચે બૌદ્ધધર્મ એક પુલ સમે છે. તે જ રીતે માનવતા માટે ઈશુ ખ્રિસ્ત, હજરત મહંમદ અને અષજરથુષ્ટ્ર એ ત્રણેયનાં વિધિવિધાને વિશ્વને જરૂરી છે. આટલું ગળે ઊતરે તે જ જે સાત પુરુષનાં નામો સર્વધર્મ પ્રાર્થનામાં આવે છે, તેનું યથાર્થપણું જણાયા વિના નહીં રહે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org