SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ રામ નવમી [ચત્ર સુદ ૯] એક રામ દશરથ ઘર ડા...લે, એક રામ ઘટ ઘટ હી લે... એક રામને કિયા પસારા, એક રામ હૈ સબસે ન્યા...રા, Jain Educationa International દશરથ પુત્ર રામનું જીવન આપણે રામાયણમાં જોઈ શકીએ છીએ. રામાયણ એક એવા ગ્રંથ છે કે નાનુ` બાળક હો કે મોટો પંડિત હા, યાગી હો કે ભાગી હા સ કાઈ વાંચી શકે. અને તું અનુકરણ કરી શકે છે. એવું નિર્દોષ સામાજિક જીવન રામનુ છે, જ્યારે મહાભારત સર્વ સામાન્ય જનતા માટે અનુકર્ણીય નથી. તેને સમજવા માટે યોગ્ય અધિકારી વ્યક્તિની જરૂર પડે છે. એવે એ ગભીર ગ્રંથ છે, એટલા જ માટે રામને યુ જાનયેાગી કથા છે. અને કૃષ્ણને યુક્તયેાગી કથા છે, તે હર્ષ કે શાકમાં, સિંહાસન ઉપર કે યુદ્ધમાં ગમે તેવી સ્થિતિમાં અટલ સમત્વ જાળવી રહ્યા છે. જ્યારે રામ સીતા વિરહમાં રહે છે. અને સીતા મિલનમાં હોંદ્રેકી બની જાય છે ખરા ! કોઈવાર આશાવ ́ત થાય છે તો કોઈવાર નિરાશ પણ થાય છે. આવું આપણા જીવનમાં પણ બને છે. સવાલ એટલો જ છે કે હૃદયની સરળતા હેાવાને કારણે ામ સદાય ન્યાય નીતિ અને શીલને પક્ષે રહ્યા છે. આપણે લોભ અને ભયને કારણે એમાં ઢીલા પડી જઈએ છીએ. રામાયણુતા એક જ ગુણુ, એકપત્ની વ્રત ગુણ કેટલો બધા પ્રેરક છે? પોતાની અવિવાહિત દશામાં જ્યારે રામચંદ્રજી સીતાને બગીચાના ગૌરીમંદિરમાં જતાં જુએ છે ત્યારે માહમુગ્ધ બની જાય છે. પણ હું પાછળથી ભારે પસ્તાવા થાય છે કે રઘુવંશ જેવા પવિત્ર વંશના હું છતાં મતે આમ કેમ થઈ ગયું? તુરત પોતાના નાના ભાઈ લક્ષ્મણને આવેલા વિકારમય વિચારા જણાવી દે છે એટલું જ નહિ ગુરુ વિશ્વામિત્રને પણ જણાવી દે છે ત્યારે જ સંતોષ પામે છે. પરણ્યા પછી પણ યજ્ઞ વખતે જ્યારે સીતાની જરૂર પડી ત્યારે તેના પ્રતીક રૂપે મૂર્તિ બનાવી, પણ બીજી સ્ત્રીની કલ્પના શુ ના કરી. એટલા જ માટે જ્યારે સીતાજીનું અપહરણ થયું. ત્યારે તેની શાષ વખતે ખુદ શિવપત્ની ઉમાજીએ સાક્ષાત્ સીતાનું રૂપ ધારણ કરી છેતરવાના પ્રયત્ન કર્યો ત્યારે રામચંદ્રજી તુરત જ ઓળખી ગયા. સીતા સિવાય આખીય દુનિયાની સ્ત્રીજાત માતા, ભગીની કે પુત્રી રૂપમાં માની લીધી હતી. સીતા એક છે બીજી સીતા આવે ત્યાંથી ? એ જ વખતે અશોક વાટિકામાં સીતા એક સ્થાનિક ાસીને સરસ કહે છેઃ “બહેન ! મારા મનમાં For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005341
Book TitleParv Mahima
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1989
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy