________________
|_| વસંત પંચમી || મહાશિવરાત્રિ {] ભીષ્માષ્ટમી [1] કસ્તુરબા પુણ્યતિથિ
મ હા
મા સ
વસંત પંચમી [મહા સુદ પાંચમ]
આ માસમાં વસંતપંચમીનું પર્વ આવી જાય છે. જોકે વસંતપંચમીને ઉત્સવ આ મિતિને બદલે ફાગણ વદ પાંચમે થાય છે અને એને રંગપાંચમ કહેવામાં આવે છે; પરંતુ વસંતઋતુનો આરંભ આ દિવસે જ થઈ જાય છે. એ દષ્ટિએ આ પર્વને મહિમા છે.
“સાહેલી રે આંબે મહરિયો’ એ ગીત સાથે નારી માત્રનું વસંતઋતુ પ્રત્યેનું આકર્ષણ કુદરતી જ જણાઈ રહે છે. વિવિધ પ્રકારનાં પુષ્પો ખીલી ઊઠે છે અને ચોમેર ફેરમ ફેરવે છે. હિંદમાં ઉદ્યાન અને કુંજે ખૂબ જ હતાં એથી, એ તરફ અહીંની પ્રજા પ્રથમથી જ મુગ્ધ રહેલી છે.
શ્રી કૃષ્ણવાસુદેવને કુંજવિહારી વિશેષણ ખાસ લગાડાએલું છે અને વૃન્દાવનની યાત્રાને મહિમા આજપર્યંત ચાલ્યો આવે છે. - શ્રી રામના નામ સાથે પણ દંડકારણ્યની વનશ્રીનો ખ્યાલ સતત ચાલુ રહ્યો છે. આમ હિંદી સંસ્કૃતિના એ બંને સૂત્રધાર અને વસંતને પણ સંબંધ સહેજે ઊભો થાય છે.
જેમ વસંતમાં આંખને અને નાકને રુચિ પેદા કરનારું સૃષ્ટિસૌદર્ય નીપજે છે, તેમ પતિ પત્નીના જાતીય-આકર્ષણમાં પણ સહેજે ઊમેરે થાય છે.
આ કારણે વસંતને કામદેવને મિત્ર ગણવામાં આવે છે. રામાયણમાં જ્યારે પિતાની પત્ની ઉમા પ્રત્યે ઉદાસીન બની શિવાજી કેવળ તપમાં લીન થાય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org