SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ભગવાન શ્રીકૃષ્ણ : પિતાનું નામ વાસુદેવ, માતાજીનું નામ દેવકી. મામા કંસના ત્રાસથી બચાવવા આ બાળકને એમના માબાપ નંદ-યશોદાને ત્યાં મોકલે છે. બાળપણથી જ તેમનામાં નીડરપણું, પરોપકાર, પ્રેમ ખીલેલાં હતાં, ગેપ ગોપીકાઓના તેઓ વલ્લભ બને છે. ગોપાલન અને ખેતીના તેઓ રસિક છે. દ્વારિકાની રાજ્યધરા લીધા પછી હિંદની સંસ્કૃતિના તેઓ સૂત્રધાર બને છે. મહાભારતના તેઓ પ્રધાન પુરુષ છે. અર્જુન, પાંડુના પુત્ર છે. યુધિષ્ઠિર અને ભીમથી એ નાના છે પણ વીર છે, જિજ્ઞાસુ છે, દ્રૌપદીના પ્રાણપ્રિય છે. - શ્રીકૃષ્ણગુરુના શિષ્ય બનીને એ ગીતામાં દીપી ઊઠે છે. ગીતાને અત્યંત સંક્ષેપે સાર | ગીતા મહાભારતના યુદ્ધ પ્રસંગે અર્જુનને ઉદ્દભવેલા મોહનું નિરસન કરતો શ્રીકૃષ્ણગુરુનો અદ્દભુત બેધમય પ્રસંગ છે. સંજય નામના સારથિ, દુર્યોધન રાજાને પિતા-ધૃતરાષ્ટ્ર રાજાને શ્રીકૃષ્ણગુરુ તથા અજુનને સંવાદ કહી સંભળાવે છે. તે ગીતાનું સ્વરૂપ છે. શ્રીકૃષ્ણ તથા અર્જુનના ગીતારૂપી -સંવાદમાં એવું બતાવવામાં આવ્યું છે કે સ્થૂળ રીતે ઘોર દેખાતું કર્મ પણ મોહ વશ થઈ છેડવું એ મહાભયંકર છે. કારણ કે – નિયત કર્મનો કદિ સંન્યાસ ઉપજે નહિ, છતાં મોહવશે ત્યાગે, તે ત્યાગ તામસી કહ્યો. [૧૮-૭] વળી કમ પોતે દૂષિત નથી પણ કર્તાને અહંકારને લીધે કમ દૂષિત થાય છે અથવા ગવાય છે. એટલે માત્ર કર્મ તજવાથી પતતું નથી અને જ્યાં "લગી કાયા છે ત્યાં લગી– ક્ષણેય ન રહે કોઈ, કદી કાર્ય કર્યા વિના અવશય સૌ કરે કર્મ, પ્રકૃતિના ગુણે વડે. [૩–૫]. તો પછી જે ક્રિયા કર્યા વિના છૂટકો જ નથી તે કર્મબંધનથી છૂટવાન એક જ ઉપાય છે કે, લાભાલાભ સુખદુ:ખો હારજીત સમાંગણી (૨-૩૬) કર્તવ્યપરાયણ રહેવું. આવી સમતા એ જ ગીતા મહેલે ચોગ છે. સમવ યોગ લક્ષણ. (૨-૪૮) સમતા વિનાનું કર્તવ્ય ભૂલપાત્ર બનવાને સંભવ છે. પરંતુ સમતા આવ્યા પછી પણું કર્તવ્ય તે કરવું જોઈએ. “અસક્ત આચારી કર્મો, પુરૂષ પામતો પરં (૩-૧૯) આનું જ બીજું નામ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005341
Book TitleParv Mahima
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1989
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy