________________
કલહવિરમણ કૈકેયીએ કહ્યું, “હા, હું રામને મારા ભરત તુલ્ય ગણું છું. અને તેથી મને આનંદ છે.” મંથરાએ કાન ભંભેરતાં કહ્યું. “ રામ ભલે આદમી છે, પણ તેની માતા કૌશલ્યાને ઓળખે છે ? જ્યાં રામ અને કૌશલ્યાના હાથમાં સત્તા આવી, એટલે તમે અને તમારે ભરત ભિખ માગશે માટે કાંઈક તે વિચાર કરો.” આ કલહ ઉત્પન્ન કરાવનારાં વચનોથી કેકેયીને અસર થઈ. અને તેણે કહ્યું “ ત્યારે હવે કરવું શું?” મંથરાએ તરત જ ઘડી કાઢેલી જના રજૂ કરી–“તમે એક વાર કહેતા હતા કે દશરથ રાજાએ તમને બે વચન આપેલાં છે, તે તેને લાભ લેવાનો આ સમય છે. આજે તમારી પાસે દશરથ રાજા આવે ત્યારે તે બે વરદાનમાંથી એક વરદાનવડે ભરત વાતે રાજ્યગાદી માંગ અને બીજા વરદાનવડે રામ ચૌદ વર્ષ જંગલમાં જાય તેવું માગી લેજો રાજા ગમે તેવું સમજાવે તો પણ તમારી હઠ છેડશો નહિ.” આ હલકી સલાહ પ્રમાણે કૈકેયી હતી. તેના પરિણામે રામ વનવાસ ગયા અને દશરથ રામના વિયોગે મરણ પામ્યા. આ બધી દુર્દશાનું કારણ કૈકેયીને કલહશીલ સ્વભાવ નહિ તે બીજું શું?
કલહના ફાયદા તે આપણે સર્વ જાણીએ છીએ. કહેવત છે કે-કજીઆથી તે ગેળાના પાણી પણ સૂકાઈ જાય, અર્થાત્ જે ગૃહમાં કલહ પેઠે તે ઘરમાંથી લક્ષમી ચાલી જાય છે, કારણ કે સંપ ત્યાં જંપ છે અને કલહ કુસંપનું મૂળ છે. એક્તા એ સરવાળો છે અને કલહ એ બાદબાકી છે. તેમાં બન્નેનું બળ નાશ પામે છે. કલહથી કુસંપ જન્મ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org