________________
પ્રાણાતિપાત વિરમણ
બહારના પદાર્થો કે મનુષ્યો પર આધાર રાખ પડતે નથી. મનુષ્યને પોતાના આત્માના દિવ્ય આનંદનું ભાન જેટલા પ્રમાણમાં ઓછું તેટલા પ્રમાણમાં તે આનંદ મેળવવા માટે બાહ્ય પદાર્થો વિશેષ રૂપમાં પ્રાપ્ત કરવા ઈચ્છે છે અને મથે છે, પણ ખરા આત્મજ્ઞાનીનો આનંદ પિતાનામાં રહેલો હોવાથી તે બાહ્ય વસ્તુઓના સદુભાવ કે અભાવમાં એકસરખી પ્રસન્નતા જાળવી શકે છે. તે અનુકૂળ કે પ્રતિકૂળ પ્રસંગોમાં-જગત જેને સુખદુ:ખના પ્રસંગે કહે છે તેવા પ્રસંગમાં–આનંદમાં રહી શકે છે. આત્મા અમર હોવાથી અંતવાળી વસ્તુઓના ભાવે શું રાચે? તેમજ સંતવાળી વસ્તુઓના અભાવે ખિન્ન પણ શું થાય? અનંત કાળનો પ્રવાસી આત્મા આ બધા સંસારરૂપી નાટકનો પ્રેક્ષક છે, દ્રષ્ટા છે–સાક્ષી છે; પણ ભૂલથી પ્રેક્ષક મટી એકટર–નાટકને પાત્ર બની જાય છે એટલે લેપાય છે અને સંસારનાટકમાં તેને પણ અનેક ભાગ ભજવવા પડે છે.
આત્મા, ઉપર જણાવ્યા પ્રમાણે અનંત આનંદમય, અનંતશક્તિમય અને અનંતજ્ઞાનમય છે, છતાં શા સારુ ખન્ન, અલ્પશક્તિવાળે અને બહુ જ ન્યૂન જ્ઞાનવાળા જણાય છે? તેની શક્તિ, જ્ઞાન અને આનંદને કિનારાં કારણો કયા છે? જેમ સૂર્યના પ્રકાશને વાદળ રોકે છે તેમ આત્માના પ્રકાશને રોકનારાં વાદળો કયા? વળી આપણે પિતે જ આ આત્મા હોવાથી અને આત્મા પિતે શક્તિ, જ્ઞાન અને આનંદના સમૂહુરૂપ હોવાથી શા સારુ તે શક્તિ, જ્ઞાન અને આનંદને આપણને અનુભવ થતો નથી?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org