________________
૭૪
પવિત્રતાને પથે
રાત્રે પુત્રના પેટમાં ચૂંક આવી. કેટલાક દયાળુ ઉતારૂઓને આ રડતા અને ચીસ પાડતા છોકરાની દયા આવી અને તેમણે તેની સારવાર કરવા માંડી. કેઈકે તેના બાપને ઉઠાડવા પ્રયત્ન કર્યો, પણ તે કહે કે “મને જંપવા દે, એવા તે કેટલાય માંદા પડશે. તેમાં આપણે શું કરીએ?” બીજ દિવસે સવારમાં તે છેક મરણ પામે. બધા ઉતારૂઓ એકત્ર થયા અને તેનું પોટલું તપાસ્યું. તેમાંથી કેટલાક પત્રે નીકળ્યા. તે ઉપરથી તે મનુષ્યને જ છોકરે હતે, એમ કર્યું. હવે તેને ભારે દુઃખ થયું. અત્યાર સુધી તેણે તે યુવક ઉપર મારાપણુનું આરોપણ કર્યું ન હતું, પણ હવે તે મારે પુત્ર છે અને મારે પુત્ર મરણ પામે એ વિચારથી તેને અત્યંત દુઃખ થયું. આ રીતે મમત્વથી રાગ થાય છે અને રાગની વસ્તુ જતાં મનુષ્યને દુઃખ થાય છે.
રાગ મનુષ્ય પ્રત્યે તેમજ વસ્તુઓ પ્રત્યે પ્રકટે છે. રાગ ઉપર જણાવ્યા પ્રમાણે દુઃખનું કારણ છે અને તેનાથી બંધન થાય છે, પણ રાગ અને પ્રેમનો ભેદ આપણે જાણ જોઈએ, કારણ કે આ બે ભિન્ન ભિન્ન તત્વો છે અને તેમનાં ફળ પણ જુદાં જ આવે છે. રાગની અને પ્રેમની વ્યાખ્યા આપણે યથાર્થે સમજવી જોઈએ.
પ્રથમ જણાવ્યા પ્રમાણે મારાપણાને લીધે કેઈપણ વસ્તુ અથવા મનુષ્ય પ્રત્યે જે આસક્તિ થાય તે રાગ, પણ આ એક જીવ છે, અને તે મારા સંબંધમાં આવ્યું છે, તે મારે તેનું કલ્યાણ કરવું જોઈએ, એવી ભાવનાથી જે કોઈ પણ મનુષ્ય પિતાની સ્ત્રી, પુત્ર અથવા સ્વજને પ્રત્યે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org