________________
રવિરમણ
હ૩
રાગ મમત્વભાવથી ઉદ્ભવે છે. હું અને મારું એ રાગની ઉત્પત્તિનાં મુખ્ય કારણા છે. જ્યાં મમત્વભાવ ચાલ્યે જાય છે ત્યાં રાગ પણ જતા રહે છે અને તે વસ્તુને નાશ થાય તે પણ વિશેષ દુ:ખ થતુ નથી. આ ઉપર આપણે એક દૃષ્ટાંત વિચારીશું.
જ્યારે રેવેટ્રેનના મુબઇ ઇલાકામાં આરંભ થયે ત્યારે ટ્રેઇન અમદાવાદથી મુંબઇ સુધી જતી ન હતી. એક ટ્રેઇન મુંબઇ અને સુરત વચ્ચે દોડે, અને બીજી ટ્રેઇન અમદાવાદ અને સુરત વચ્ચે દાડતી હતી. અમદાવાદને એક માણુસ વ્યાપાર કરવા નિમિત્તે મુખાઇ આવ્યેા. તે એ વર્ષના એક પુત્રને મૂકીને આવ્યે હતેા. તે વાતને ખાર વર્ષ વીતી ગયાં. તે પુત્ર ૧૪ વર્ષના થયા. તે મનુષ્યની સ્ત્રીએ તેને લખી જણાવ્યુ કે ‘ હવે પુત્ર ૧૪ વર્ષના થયા છે, તેના વિવાહ કરવા જોઇએ, માટે તમે અમદાવાદ આવજો.’ તેણે લખ્યુ કે હું આવું છું. આમ પત્રવ્યવહાર ચાલ્યા જ કરે. સ્ત્રી તેને તેડાવવા માટે લખે. તે લખે હું આવું છું. પણ વ્યાપારની ધમાલ છેાડી અમદાવાદ જાય નહિ. છેવટે સ્રીએ લખ્યું કે—જો તમે નહિ આવે! તે આપણા પુત્રને તેડવા માકલીશ. તેને પણ હું આવવાના છું ' એટલે જ જવાબ મળ્યેા. છેવટે સ્રી ચીડાઇ અને તેણે પેાતાના પુત્રને મુંબઇ માકલ્યા, તે પુરુષ પણ પેાતાની સ્ત્રીના ઘણા પત્રાથી પ્રેરાઇ અમદાવાદ જવા ઉપડ્યો, બન્ને એક જ દિવસે નીકળ્યા. અન્ને રાત્રે સુરત આવી પહોંચ્યા. પિતા કે પુત્ર એક ખીજાને ઓળખતા ન હતા. બન્ને એક જ ધર્મશાળામાં ઉતર્યો.
''
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org