SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રોધવિરમણ કરી પિતાને ક્ષમાભાવ પ્રકટ કરે છે. વળી ક્ષમાભાવને પ્રાપ્ત કરવાને ઉત્તમ ઉપાય એ છે કે-અનંત કાળને વિચાર કરવો. જયાં સુધી આપણે વર્તમાનને તથા થોડા સમય પર ગયેલા ભૂતકાળને વિચાર કરીએ છીએ ત્યાં સુધી બીજાએ આપણને કરેલા નુકસાનનું સ્મરણ રહ્યા કરે છે અને આપણને કેધ થવા સંભવ છે, પણ અનંત કાળનો વિચાર કરતાં આ બધા પ્રસંગેનું ઉગ્રપણું ચાલ્યું જાય છે. અત્યારે જે બનાવ આપણ માનસિક આકાશને ભરી નાખે છે, તે જ બનાવ પાંચસાત વર્ષ પછી આપણું આકાશમાં એક બિન્દુ સમાન લાગે છે, તો પછી અનંત કાળમાં આ બનાવે તે નહિ જેવા લાગે, માટે સુખદખના પ્રસંગોમાં ઉપાદાન કારણ આપણે છીએ, અને બીજાઓ તો માત્ર નિમિત્ત કારણ છે, એમ માની ચિત્તની સ્વસ્થતા જાળવવી. He who cannot forgive others breaks the bridge over which he must himself pass, for every man has need to be forgiven. જે મનુષ્ય બીજાને ક્ષમા આપતું નથી, તે જે પૂલ ઉપર થઈને પિતાને પસાર થવાનું છે, તે પૂલને ભાંગી નાખે છે, કારણ કે દરેક પુરુષને ક્ષમા માગવાની જરૂર પડે છે. માટે ક્ષમારૂપી જળવડે ક્રોધરૂપી અગ્નિને શાંત કરવો અને આત્માની સ્વાભાવિક નિર્મળ સ્થિતિ પ્રાપ્ત કરવા પ્રયત્ન કર. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005338
Book TitlePavitratane Panthe athwa 18 Papsthanaknu Vivran
Original Sutra AuthorN/A
AuthorManilal N Doshi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1944
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy