SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ પવિત્રતાને પથે He that does good to another man, especially if the other has done him some wrong, does also good to himself, not in the consequences, but in the very act of doing it, for the consciousness of well doing is as ample reward. જે મનુષ્ય બીજાનું ભલું કરે છે અને ખાસ કરીને અપકાર કરનાર પર પણ ઉપકાર કરે છે, તે પિતાનું પણ કલ્યાણ કરે છે. તેનું શુભ પરિણામ આવશે એ દષ્ટિથી નહિ પણ તેવું કામ કરવાથી જ તેનું કલ્યાણ થાય છે; કારણ કે પિતે સારું કામ કર્યું છે, એવું ભાન મનુષ્યના પિતાના શુભ કામને પુષ્કળ બદલો છે. વળી મનુષ્ય વિચાર કરો કે જેને વાતે તે બીજા પ્રત્યે ક્રોધ કરવા દેરાય છે તે ક્ષણિક છે. જગતની બધી વસ્તુઓ * અનિત્ય છે, તે તે અનિત્ય વસ્તુઓ ખાતર આત્માના નિત્ય ગુણનો-શાંતિને શા સારુ ભેગ આપો? જે જે મહાપુરુપિએ જગતમાં અપૂર્વતા પ્રાપ્ત કરી છે તે સર્વેએ ક્રોધને બદલે પ્રેમમાં આવે છે. જ્ઞાનાવમાં જણાવ્યું છે કે – वासीचन्दनतुल्यान्तवृत्तिमालम्ब्य केवलम् । आरब्धं सिद्धिमानीतं, प्राचीनैर्मुनिसत्तमैः ॥ પ્રાચીન ઉત્તમ મુનિઓએ કુહાડા અને ચંદન પ્રત્યે સમવૃત્તિ રાખીને સિદ્ધિ પ્રાપ્ત કરવાનો આરંભ કર્યો છે. કુહાડાથી ચંદન કપાય તે પણ કુહાડાને ચંદન પિતાની સુગંધથી સુગંધિત કરે છે, તેવી રીતે જ્ઞાની પુરુષો પોતાને ઉપસર્ગ કરીને હેરાન કરનારનું પણ કલ્યાણ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005338
Book TitlePavitratane Panthe athwa 18 Papsthanaknu Vivran
Original Sutra AuthorN/A
AuthorManilal N Doshi
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1944
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy