________________
પવિત્રતાને પથે.
મ્યુનીસીપાલીટીની જકાત અથવા વ્યાજબી ઈન્કમટેક્ષ ન આપવો તે પણ અદત્તાદાન છે.
જે મનુષ્ય આ અવગુણથી–દેષથી મુક્ત રહે છે તે માર્ગનુસારીપણાને લાયક બને છે. કારણ કે કોઈ પણ જીવ શ્રાવકધર્મને યોગ્ય થાય, તો તેમાં જે ૩૫ ગુણેની આવશ્યકતા છે, તેમાં પ્રથમ ગુણ જ ન્યાયસંપવિમર છે, અર્થાત્ ધર્મના માર્ગને લાયક થવા ઈચ્છનારે ન્યાયથી જ ધન પેદા કરવું જોઈએ.
જે મનુષ્ય ન્યાયનીતિથી ધન પેદા કરે છે તેનું મન સદા સંતોષમાં રહે છે. પોતે કોઈને પણ અન્યાય કર્યો નથી અથવા કોઈને છેતર્યો નથી, એ ભાવનાથી મનમાં જે શાન્તિ રહે છે તે અવર્ણનીય હોય છે. જ્યારે કેઈપણ મનુષ્યની અથવા પેઢીની સાખ બંધાઈ જાય છે, કે આ મનુષ્ય કે આ પેઢી જે યોગ્ય હશે તે જ કિમત લેશે, તો તે મનુષ્ય કે પેઢીને માલ ઘણે ખપે છે; કારણ કે વ્યાપારને મેટે આધાર સાખ, આબરૂ, પ્રતિષ્ઠા (Credit) ઉપર રહે છે. જે મનુષ્ય કોઈની નોકરી કરતો હોય તે મનુષ્ય પિતાના વર્તનથી એમ સાબિત કરી આપે કે તેને પિતાને પગાર ઉપરાંત હરામની અથવા અન્યાયની એક પાઈ પણ ન ખપે, તો તેના શેઠને તેના પર અત્યંત વિશ્વાસ બેસે છે. તે તેને પોતાની પેઢી પરગામ હોય તો ત્યાં વધારે પગારે મોકલી શકે છે. વધારે પગાર આપવાનું એક મોટું કારણ એ હોય છે કે તે શેઠને તેના પર દેખરેખ રાખવી પડતી નથી. દરેક ખાતામાં ઈન્સપેકટર રાખવા પડે છે અને તેમના ભારે પગાર આપવા પડે છે, તેનું કારણ એ જ કે હાથ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org