________________
પવિત્રતાને પંથે
હદયમાં સ્વાભાવિક રીતે ક્રોધ, વૈર અને ધિક્કારના વિચારો પ્રગટે છે, તેથી તેવા પશુનું માંસ ખાનાર પણ ક્રોધી, ચીડીઓ અને અશાન બને છે. માંસ ખાનારને દારુ પીવાની જરૂર પડે છે, એટલે એક અનર્થ બીજા અનર્થનું કારણ બને છે. માંસ બીજાં સામાન્ય અનાજો કરતાં મેંવું પડે છે. પશુઓનો વધ થવાથી દૂધ, દહીં, ઘી, માખણ વગેરે મેંઘાં મળે છે અને ખેતીને પણ પુષ્કળ નુકસાન થાય છે, પણ આ બધાં કારણે કરતાં સૌથી મોટું કારણ તો એ જ છે કે પશુઓને આપણા જેવી જ લાગણી હોય છે. આપણે મનની બાબતમાં વિશેષ આગળ વધ્યા હોઈશું, પણ તેમની સુખદુ:ખની લાગણીઓ લગભગ આપણુ જેવી જ હોય છે માટે તેવી લાગણીવાળા જીવને મારી, પિતાના બાહાસ્વાદની તૃપ્તિ કરવી એ ખરેખર અનર્થ અને મહાહિંસક કામ છે, માટે અહિંસક બનવા ઈચ્છનારે માંસને તથા માંસવડે બનાવેલી વસ્તુઓને જરૂર ત્યાગ કરવો જોઈએ.
યજ્ઞનિમિતે પશુઓને જે વધ કરવામાં આવે છે, તે પણ મોટામાં મોટી હિંસા છે. જે દેવી જગદમ્બા-જગતની માતા કહેવાય છે તે કદાપિ પિતાના બાળકના રુધિરથી પ્રસન્ન થાય જ નહિ, અને જે પિતાના નિર્દોષ અને નિરપરાધી પશુઓરૂપ બાળકના વઘથી સંતુષ્ટ થાય તે દેવી માતાના નામને પાત્ર જ શી રીતે થઈ શકે ? મનુષ્ય દેવીનેદિવ્ય શક્તિઓને પ્રસન્ન કરવા પોતાની અંદર રહેલી પાશવ વૃત્તિઓને–જેવી કે ક્રોધ, મેહ, લોભ, મત્સર, પરનિંદા, છેષ વગેરેને–ભેગ આપવો જોઈએ. એક સ્થળે કહ્યું છે કે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org