________________
૧૨૬
પવિત્રતાને પંથે પરમ કાંતાર ને પરમ દુભિક્ષ એ બધી ઉપમા મિધ્યાત્વને ઘટે છે. ખરું દુર્ભાગીપણું મિથ્યાત્વનું જ છે, ખરી દારિદ્રતા તેની જ છે કે જેની પાસે ધર્મરૂપી ધન અંશમાત્ર પણ નથી. પરમ સંકટ સિધ્યાત્વ જ છે કે જે અનાદિકાળનું છે અને તેને કયારે અંત આવશે તે કહી શકાતું નથી. પરમ ભયંકર-મહાન અટવી કે જેમાં ભૂલે પડેલો માણસ અટવાઈ અટવાઈને મરી જાય પણ બહાર નીકળી શકે નહીં એવી અટવી તે મિથ્યાત્વ છે. તેમાં ભરાયેલા–ફસી પડેલા પ્રાણને અનંત કાળે પણ છૂટકે થતો નથી. ખરેખર મહાન દુષ્કાળ તે મિથ્યાત્વ છે, કારણ કે અન્ય દુષ્કાળ તે પરિમિત કાળના હોય છે અને તેમાં દેહને ભોજન મળતું નથી, પરંતુ આ દુષ્કાળ તે અપરિમિત કાળને છે ને તેમાં આત્માને સ્વગુણનું ભક્ષ મળતું નથી. આવા સર્વદષસંપન્ન મિથ્યાત્વને કઈ પણ ઉપાયે તજવાથી જ ખરું સુખ પામી શકાય તેમ છે તે લક્ષમાં રાખવા ગ્ય છે.
૧૮ પાપસ્થાનકમાં મૃષાવાદને લગતાં ૬ પાપસ્થાનક
( અઢાર પાપસ્થાનકમાં ૬ પાપસ્થાનકો મૃષાવાદને લગતાં છે. તે છ પાપસ્થાનકોનું શી રીતે મૃષાવાદપણું છે તે સમજવાને વિચાર કરીએ.
૧. પ્રથમ તો મૃષાવાદ એટલે અસત્ય બોલવું. આમાં અસત્ય માત્ર ખોટું બોલવું તેને કહ્યું નથી, પરંતુ જે બેલવાથી અન્ય જીને ખેદ થાય કે તેનું અનિષ્ટ થાય તેને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org