________________
મિથ્યાત્વશલ્યવિરમણ
૧૧૫
' આ કુલ એકવીશ ( ૧૦+૫+૬ ) પ્રકારના મિથ્યાત્વ જે તજે ને ગુરુના ચરણને ભજે તે પ્રાણ પાપથી લેપાય નહીં, અને મિથ્યાત્વ જવાથી મત્સરદ્રોહાદિક અન્ય દે. પણ તેનાથી દૂર જાય છે. એવા સમક્તિધારી, યુક્ત આચારવડે સદાચારવાળા અને શાસનની ઉન્નતિ કરવાવાળા પ્રાણુઓ ભક્તિ કરવા ગ્ય છે. તેમની સેવાભક્તિ કરવાથી તેવા ગુણે પિતાને પણ પ્રાપ્ત થાય છે.
હવે કર્તા મિથ્યાત્વને ઉપમાદ્વારા પ્રરૂપે છે. કર્તા કહે છે કે–આ જગતના અન્ય વ્યાધિઓ તો ઔષધવડે પણ દૂર થાય છે, પરંતુ મિથ્યાત્વ તો પરમ રાગ છે. તે જેમ તેમ દૂર થતો નથી. વળી બીજો અંધકાર તે દીપકથી દૂર થાય છે, પરંતુ મિથ્યાત્વ તે પરમ અંધકાર છે તે જેમ તેમ દૂર થતો નથી. અન્ય અંધકારમાં પગલિક વસ્તુઓ દેખાતી નથી, પરંતુ આ પરમ અંધકાર તે શુદ્ધ માર્ગ તથા આત્મસ્વરૂપને જણાવા દેતા નથી. મિથ્યાત્વ પરમ શત્રુ છે. સામાન્ય શત્રુ હોય તે બહુ વિનાશ કરે તે સુખનાં સાધનોને કે છેવટ એક ભવ આશ્રી પ્રાણનો વિનાશ કરે, પણ આ પરમ શત્રુ તે અનંત જન્મમરણ આપે છે, ને અનંતા ભમાં અનંતી દુઃખની રાશિ પ્રાપ્ત કરાવે છે. પરમ શસ્ત્ર તે મિથ્યાત્વ છે, અન્ય શસ્ત્ર તે દેહને ઘાત કરી શકે છે, પણ આ પરમ શસ્ત્ર તે આત્માને-આત્મગુણને વિઘાત કરે છે. પરમ નરક તે મિથ્યાત્વ છે. રત્નપ્રભાદિ સાત નરકમાં જનારને તો અમુક કાળે છૂટકો થાય છે, પરંતુ મિથ્યાત્વરૂપ નરકમાં સંચરેલાને તે અનંતકાળે પણ છૂટકે થતું નથી. પરમ દૈર્ભાગ્ય, પરમ દારિદ્ર, પરમ સંકટ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org