________________
પરપરિવાદવિરમણ
૧૦૯ વ્યને ઉપયોગી કામ કરવાના નથી તે મનુષ્ય જ આવાં નિંદાનાં કામમાં રસ લઈ શકે. જે મનુષ્ય ધારે તો– વિચાર કરે તે–ઉપગી કામની ખોટ નથી. મનુષ્ય પિતાનું શરીર સુધારી શકે, નવરાશના સમયમાં સારાં પુસ્તક વાંચી શકે, શુભ ભાવનાઓનું ચિંતન કરે, કઈ માંદા મનુધ્યની મુલાકાત લે, કોઈ સેવા કરતી સંસ્થાઓ સાથે જોડાઈ તેના હિતાર્થે કામ કરે, પિતાના પુત્રપુત્રીઓ તથા અન્ય કુટુંબીજના હિતના સવાલે વિચારે અને તે પ્રમાણે વર્તે. જે મનુષ્ય આવા કોઈ કામમાં પિતાને સમય વ્યતીત કરે, તે તેને પરની નિંદા કરવાને કે ગપ્પાં મારવાને અવકાશ જ મળે નહિ. સમય ઘણે અલ્પ છે અને કાર્ય કરવાનાં ઘણાં છે, માટે સુજ્ઞ મનુષ્ય તો તે અલ૫ સમયને સાથી શ્રેષ્ઠ ઉપયોગ કરે છે. તેઓ અનુપગી અને ઉપયેગી કા વચ્ચે પ્રથમ વિવેક કરે છે. અનુપયેગી કામોને ત્યાગ કરી તેઓ ઉપયોગી કામ કરે છે અને આગળ જતાં ઉપયોગી અને વિશેષ ઉપયોગી કામો વચ્ચે ભેદ પાડી વિશેષ ઉપયોગી કામ કરવા પ્રેરાય છે. પિતાનાથી બનતું વિશેષમાં વિશેષ ઉપયોગી કામ કરવાને જે મનુષ્ય પ્રયત્ન કરે, તો તેને નિંદા માટે કે ગપ્પાં માટે કે પારકી કુથલી માટે સમય ક્યાંથી મળી શકે?
નિંદા ત્યાગ કરવાને એક બીજો ઉપાય એ છે કેપારકી નિંદાની વાત સાંભળવી બંધ કરો. બીજે કોઈ પારકાની નિંદા કરતો હોય તે તે સાંભળવા ના પાડે. આ રીતે નિંદા સાંભળવાનો રસ ઓછો થશે, તો પછી નિંદા કરવામાં તે રસ રહેશે જ ક્યાંથી?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org