________________
J N N N N N N N N N N N N N N N N N N N N N N N N N N N N N N N NNR
PRIPIE
તારે તે તીરથ
– મુનિ મહાબોધિ વિજય
શાસ્ત્રમાં તીર્થ શબ્દની વ્યાખ્યા કરી છે... જે તારે તે તીર્થ. બીજી એક એવી પણ છે જેના વડે સંસાર સમુદ્ર તરી જવાય તેનું નામ તીર્થ. કવિઓ પણ તીર્થોની યાત્રા કરતા આતમ પાવન થાય' એમ કહી તીર્થોની તારકતાનું જ વર્ણન કરે છે.
વ્યાખ્યા ગુજરાતી
આજે તીર્થો ઘણા વધ્યા છે, અને તીર્થયાત્રાર્થે છ'રી પાલકસંઘો તેમજ યાત્રાપ્રવાસો પણ ઘણા નીકળે છે; પણ અફસોસ એ વાતનો છે... આટલા બધા તીર્થો અને તીર્થયાત્રાઓ વધવા છતાં તારક તીર્થો અને તીર્થંકર દેવાધિદેવ પ્રત્યેના ભક્તિભાવમાં જોઇએ તેવો વધારો થયો નથી. હા, તીર્થયાત્રામાં ઝડપ જરૂરથી વધી છે. એકજ દિવસમાં આજના યાત્રિકો દશ-દશ તીર્થોની યાત્રા કરે છે.
સવારથી સાંજ સુધીમાં દશ તીર્થોની યાત્રા કરીને ઘરે આવેલાને પૂછીએ કે તમે કયા તીર્થોના દર્શન કર્યા અને તે તમામ તીર્થોમાં મૂળનાયક ભગવાન કા બીરાજમાન હતા ? ત્યારે માથું ખંજવાળીને કહેશે કે સાલુ ઇતો બહુ ખબર નથી.’ કદાચ બોલશે તો એક તીર્થમાં બીજા તીર્થના મૂળનાયકનું નામ કહી ગોટાળા કરશે.
IN N N N N N N N N N N JJJJJJJJJJJJ
Jain Educationa International
For Personal and Private Use Only
L
www.jainelibrary.org