________________
SENTERESIRASINA
-: પ્રકાશકીય :મુનિશ્રી જ્ઞાનવિજય મ. આલેખિત શ્રી “જૈન તીર્થોનો ઇતિહાસ” નામના આ ગુજરાતી પુસ્તકને અમે સહર્ષ પ્રકાશિત કરીએ છીએ.
આમાં લગભગ ૩૮ તીર્થોનો સંક્ષિપ્ત ઇતિહાસ છે. આવા ઇતિહાસની જાણ થતા તીર્થયાત્રામાં ઉલ્લાસ અને આનંદ વધુ આવે છે.
જૈન શાસનમાં તીર્થ યાત્રાને ઘણું મહત્વ આપવામાં આવેલ છે. જેનાથી સંસાર સમુદ્ર તરાય તે તીર્થ કહેવાય છે. તીર્થના બે પ્રકાર છે. જંગમ તીર્થ અને સ્થાવર તીર્થ. ચતુર્વિધ સંઘ એ જંગમ તીર્થ છે. જયારે પરમાત્માની કલ્યાણક ભૂમિઓ અથવા વિશિષ્ટ દિન પ્રતિમાઓ વગેરે જે સ્થળે છે તે સ્થાવર તીર્થ છે. આ તીર્થોની યાત્રાથી તથા તેમાં રહેલ જિનપ્રતિમાઓના દર્શન-પૂજન-વંદનથી વિશિષ્ટ ભાવ ઉત્પન્ન થાય છે જેના દ્વારા મિથ્યાત્વ મોહનીય કર્મનો ક્ષયપક્ષમ થતા સખ્યાદિ ગુણોની પ્રાપ્તિ થાય છે.
વિક્રમ સંવત ૧૯૮૧ના વર્ષમાં આ પુસ્તક “એ. એમ. એન્ડ કાં. પાલીતાણા” દ્વારા પ્રકાશિત થયેલ. લગભગ ૬૯ વર્ષ પૂર્વે પ્રકાશિત આ પુસ્તક 8િ જીર્ણ તથા અલભ્ય થવાથી સકલ સંઘને લાભ મળે તે માટે અમે આને પુનઃ
પ્રકાશિત કરીએ છીએ. આ પુસ્તકને ફરીથી નવેસરથી જ કંપોઝ વગેરે કરીને પૂ. મુનિરાજ શ્રી મહાબોધિવિજયજીએ સંપાદન કરી આપેલ છે. આ પ્રસંગે આ
પુસ્તકના લેખક પૂ. જ્ઞાનવિજયજી મ. તથા પુનઃ સંપાદક પૂ. મહાબોધિવિજયજી છે મ. તથા પૂર્વ પ્રકાશક વગેરે સર્વને અમે અંતઃકરણપૂર્વક ઉપકાર માનીએ છીએ.
પ્રસ્તુત પ્રકાશનનો સકલ સંઘમાં સુચારુ પ્રચાર થાય અને એના દ્વારા હૈિ સૌ કોઇ તીર્થોની માહિતી મેળવી, તીર્થો તથા તીર્થપતિ પર અત્યંત બહુમાનવાળા
થઈ જીવનને સફળ કરે એજ અંતરેચ્છા.
શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ છે ૧. ચંદ્રકુમાર બાબુભાઈ જરીવાલા ૨. લલિતકુમાર રતનચંદ કોઠારી
૩. નવિનચંદ્ર ભગવાનદાસ શાહ ૪. પુંડરીકભાઈ અંબાલાલ શાહ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org