________________
શ્રી સમ્યકુવપરાક્રમાધ્યયન-૨૯
૨૫૧ भर्वाभिः विप्रहीयमाणाभिः विप्रहायर्जुश्रेणि प्राप्तोऽपृशद्गतिसर्वमेकसमयेनाविप्रहेण तत्र गत्वा साकारोपयोगोपयुक्तः सिध्यति, यावदन्तं करोति ॥७५||
અર્થ-વળી તે આયુષ્યના અંતે શેલેશીને પામીને. અકર્મા થાય, માટે શેલેશી અને અકર્મા દ્વારને અર્થથી કહે છે. હવે કેવલી થયા બાદ જેટલું આયુષ્ય હોય તેટલું પાળીને, જ્યારે અંતર્મુહૂર્તનું આયુષ્ય શેષ રહે, ત્યારે
ગનિરોધને કરતાં સૂક્ષમ ક્રિયાવાળા–અપ્રતિપાતિ-શુકલધ્યાનના ત્રીજા ભેદનું ધ્યાન કરતાં પહેલાં તે મનેયેગને નિરોધ કરે છે. મનેયોગને નિરોધ કરીને તે વચનયોગને. નિરોધ કરે છે. વચનયોગને નિરોધ કરીને અનગાર, સકલ કાયેગનિધની સાથે ઉચ્છવાસનિઃશ્વાસને તે નિરોધ કરે છે. ત્રણ ભેગને નિરોધ કરીને, ઈષત્ (સ્વલ્પ પ્રયત્નથી), પાંચ -----આવા હવ અક્ષરના ઉચ્ચારણ કાલ જેટલા કાળમાં, સમુચ્છિન્નક્રિય નામના અનિવૃત્તિ-શુકલધ્યાનના ચોથા ભેદનું ધ્યાન કરતાં, વેદનીય–આયુ–નામગેત્ર–એમ ચાર વિદ્યમાન કર્મોને તે એકીસાથે ખપાવે છે. ત્યાર બાદ ઔદારિક-કાશ્મણ-તૈજસ શરીરને સર્વથા ત્યાગ કરી, જુથણીને (આકાશપ્રદેશ–પંક્તિને) પામેલે, સ્વ અવગાહથી ભિન્ન આકાશપ્રદેશને નહિં સ્પર્શ કરતે, જેટલા આકાશપ્રદેશમાં અવગાહીને રહે છે તેટલા જ આકાશપ્રદેશને જ સમશ્રેણીથી સ્પર્શ કરનારે અર્થાત્ અસ્પૃશદ્ ગતિવાળો, ઉપર એક સમયમાં જ અર્થાત્ બીજા વગેરે સમયોને નહિ સ્પર્શ કરવા દ્વારા, વકગતિ રૂપ વિગ્રહના.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org