________________
૨૦૬
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર સાથ–બીજો ભાગ ત્રીજા ભવમાં અવશ્ય મુક્ત થાય છે. ઉત્કૃષ્ટ દર્શનારાધનાની અપેક્ષાએ આ સમજવું. (૩-૧૦૯૪)
निव्वेएणं भंते ! जीवे किं जणयइ ? निव्वेएणं दिव्वमाणुस्सतेरिच्छिएसु कामभोगेसु निव्वेअं हव्यमागच्छइ, सव्वविसएसु विरज्जइ, सव्व विसएसु विरज्जमाणे आरंभपरिच्चायं करेइ, आरंभपरिच्चायं करेमाणे संसारमग्गं वुच्छिदइ, सिद्धिमग्गपडिवण्णे अ भवइ ॥४॥
निर्वेदेन भदन्त : जीवः किं जनयति ? निर्वेदेन दिव्यमानुषतैरश्चेषु कामभोगेषु निर्वेदं शीघ्रमागच्छति सविषयेषु विर ज्यते सर्वविषयेषु विरज्यमानश्वारम्भपरित्यागं कुर्वन्संसारमार्ग व्यवच्छिन्नत्ति सिद्धिमार्गप्रतिपन्नश्च भवति ॥४॥
અથ–સંવેગથી નિર્વેદ થાય છે. તે નિદથી હે ભગવાન ! જીવ ક્યા ગુણને ઉત્પન્ન કરે છે? સામાન્યથી સંસાર પ્રત્યેના વૈરાગ્યથી કઈ કાળે આ સંસાર ત્યાજ્ય છેઆવી બુદ્ધિથી દેવતા-મનુષ્ય-તિર્યંચ સંબંધી કામગમાં નિર્વેદ એટલે આ અનર્થકારી કામગથી સયું, આવા ભાવને જીવ શીધ્ર પામે છે. વળી સઘળી સાંસારિક વસ્તુઓમાં વૈરાગ્યને પામતે જીવ આરંભને પરિત્યાગ કરે છે અને આરંભને પરિત્યાગ કરતે આત્મા મિથ્યાત્વ, અવિરતિ આદિ રૂપ સંસારમાર્ગને વ્યવહેદ કરે છે. બાદ તેને મિથ્યાત્વાદિ સંસારમાર્ગના વ્યવચ્છેદમાં જ સમદર્શનાદિ મુક્તિમાર્ગ સુલભ બને છે અને તે મોક્ષમાર્ગને પામનારો બને છે. (૪–૧૯૯૪)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org