________________
શ્રી મોક્ષમાર્ગગતિ અધ્યયન-૨૮
૧૮૫ एतत्पश्चविधं ज्ञानं, द्रव्याणां च गुणानां च । पर्यायाणां च सर्वेषां, ज्ञानं ज्ञानिभिः देशितम् ॥५॥
અર્થ-આ પાંચ પ્રકારનું જ્ઞાન, જીવ વગેરે દ્રવ્યને, સહજ રૂપાદિ ગુણેને અને કમજન્ય નવત્વ-પુરાણત્યાદિ પર્યાને દ્રવ્ય-ગુણ-અવસ્થા વિશેષ રૂપ સર્વને (કેવલજ્ઞાનની અપેક્ષાએ અહીં સર્વ શબ્દ સમજે, કેમ કે-શેષ જ્ઞાને પ્રતિનિયત પર્યાયગ્રાહક છે.) અર્થાત્ સર્વ દ્રવ્ય-ગુણપર્યાયને જાણનારૂં જ્ઞાન છે–એમ કેવલી ભગવંતએ કહેલ છે. (૫-૧૦૫૯)
मुणाणमासो दव्वं, एगदव्वस्सिा गुणा । लक्खणं पज्जावाणं तु, उमओ अस्सिआ भवे ॥६॥ गुणानामाश्रयो द्रव्यं, एकद्रव्याश्रिता गुणाः । लक्षणं पर्यवाणां तु, उभयोराश्रिताः भवेयुः ॥६॥
અથ– જે ગુણેને આધાર તે “દ્રવ્ય” કહેવાય છે. આ કથનથી “રૂપ વગેરે જ વસ્તુ છે, રૂપ વગેરે સિવાય વસ્તુ નથી, આવા બૌદ્ધમતનું ખંડન થાય છે. જે એક દ્રવ્ય રૂપ આધારમાં રહેલા હેય, તે “ગુણે કહેવાય છે. આ કથન દ્વારા જેઓ માત્ર દ્રવ્યને જ માને છે. તેના સિવાય રૂપ વગેરેને નથી માનતા, તેઓના મતનું ખંડન થાય છે. જે દ્રવ્ય અને ગુણમાં- બંનેમાં રહેલા હોય, તે પર્યાય કહેવાય છે. (૬-૧૦૬૦) धम्मो अहम्मो आगासं, कालो पोग्गल जंतवो। एस लोगुत्ति पण्णत्तो, जिणेहिं वरदंसिहि ॥७॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org