________________
છે, તેમ સ્વાધ્યાયવિહણે યતિ–સંયમી પણ સંયમજીવનને બદતર બનાવી દે છે અને પતનના પંથે પરવરે છે. ઈન્દ્રિયેના ચંચલ તુરંગેની લગામ, મનમર્કટને સ્વેચ્છાનુકૂળ વર્તાવવાની શંખલા, વચનબળને નિરવ અને પુણ્ય રૂપ સિદ્ધ બનાવવાનું યંત્ર તથા કાયાની કંપનીને ભરચક ન મેળવવાની સુંદર સીઝન જો કોઈ હોય, તે શાસ્ત્રકારો સ્વાધ્યાયને જ ઉત્તમ અને અનુપમ ઉપાય રૂપે દર્શાવે છે. મનને કઈ ને કાંઈ મનન જોઈએ છે. પછી ભલે એને દુર્ભાવનાનું મેદાન મળે કે સુભાવનાનું સુરક્રમ મળે. મન દુર્ભાવનાના દુદન્ત દાવાનળમાં દગ્ધ બને, એટલે એની આઝાવતી પાંચેય ઈન્દ્રિયે કૂદાકૂદ કરી મૂકે છે. વાસનાના વિરાટ વનમાં પાંચેય ઇન્દ્રિયે છૂટી થયા પછી તેવીશ વિષના વિવમાં તે વિલક્ષ્યા કરે છે. આ તેફાન એવું જામે છે કે–તેને કાબુ તે દૂર રહ્યો, પણ તેનાથી જીવ હેરાનપરેશાન થઈને “પતિ નાગુવી” અથવા નરકની અશુચિમાં જીવ બીચારે સીધે ગબડી જ પડે છે.
આ જીવાત્માને જે ઊર્ધ્વીકરણ કરવું હોય, મનને સ્વવશ રાખવું હોય અને પાંચેય ઇન્દ્રિયથી પેદા થતી વાસનાને બાળીને ખાખ બનાવવી હોય તે પ્રતિદિન મનને સ્વાધ્યાય સુધાના પાનથી તરબતર–તરબળ રાખવું એ જ ઉચિત છે.
શાસ્ત્રોમાં પૂર્વમડષિઓના આયુ કેડો વર્ષોનાં દર્શાવ્યાં છે. રાજા-મહારાજાઓ રાજ્યને તૃણની જેમ અસાર સમજીને ત્યાગ કરતા હતા, ધનાઢયો અઢળક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org