________________
શ્રી રથનેમિયાધ્યયન-૨૨ અત્યંત સ્થિરતાવાળી, જાતિ-કુલ–શીલની રક્ષા કરતી રાજવર કન્યા રાજમતી હવે તેને પડકારવા લાગી કે-“ભલે તું રૂપથી શ્રમણ કે સવિલાસ ચેષ્ટાથી નલકુબેર છે કે સાક્ષાત ઈન્દ્ર હે! તે પણ ત્રણેય કાળમાં હું તને ચાહનારી નથી. હે કામિન ! તારા મહાકુલના જન્મથી થયેલ યશને ધિક્કાર હે! અથવા અપકીતિના અભિલાષી તને ધિક્કાર છે ! શું તું અસંયમ જીવન માટે દીક્ષા સ્વીકારી વમેલા ભેગસુખને ભેગવવાની ઈચ્છા કરે છે? તેના કરતાં મરણને સ્વીકાર શ્રેયસ્કર છે, પરંતુ વમેલાનું પાન કરવું હિતકર નથી. વળી હું ઉગ્રસેનની પુત્રી છું અને તું યદુકુલમાં પેદા થયેલ છે. આપણે બંને ઉચ્ચતમ કુલનાં છીએ, માટે ગંધનકુલના સાપ જેવા આપણે બનીએ નહિ એને ખ્યાલ કરીને અને સ્થિર બનીને સંયમનું સેવન-આરાધન કરે! વળી જે તું જે જે નારીઓને જોઈને તેના વિષે ભેગની ઈચ્છા રૂપ ભાવ કરીશ, તે પવનથી હલાવાયેલ હડ નામના વૃક્ષની માફક અસ્થિર મનવાળે થઈશ. બીજાની ગાયનું પાલન કરે તે ગોવાળ અને બીજાના ભાંડેનું ભાડું વગેરેથી પાલન કરે તે ભાંડપાત કહેવાય છે. તેઓ જેમ બીજાની ગાના-દ્રના ઈશ્વર નથી, તેમ તું પણ વેષ માત્રને ધારક-શ્રામણ્યને ઈશ્વર થઈશ નહિ, કેમ કે-ભેગાભિલાષાથી શ્રમણ્યના ફલનો અભાવ છે. (૩૯ થી ૪૫-૮૧૪ થી ૮૨૦ )
तीसे सो वयणं सुच्चा. संजईए सुभासियं । ... अंकुसेण जहा नागो, धम्मे संपडिवाइओ ॥४६॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org